Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

માતાની મજૂરીના પૈસા માગતા દબંગોએ સગીરને માર માર્યો

રાયબરેલીમાં માણસાઈને શરમાવતી ઘટના : આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ, પોલીસએ ૬ યુવક વિરૃદ્ધ એસસી એક્ટ હેઠળ કેસ નોંધ્યો

લખનૌ,તા.૧૯ : યુપીના રાયબરેલીમાં માણસાઈને શરમસાર કરનારી ઘટના સામે આવી છે. અહીં છ અસામાજિક તત્વોએ ૧૦ મા ધોરણના દલિત વિદ્યાર્થીને બેલ્ટ અને વિજળી કેબલથી ઢોર માર માર્યો. બાદમાં તેણે તેના પગ ચટાવડાવ્યા.

આ ઘટના ૧૦ એપ્રિલના દિવસની છે. દબંગોએ વિદ્યાર્થી સાથે ગાળા-ગાળી કરતા જાતિસૂચક શબ્દ પણ કહ્યા. યુવકની માતાએ દબંગોના ખેતર પર મજૂરી કરી હતી. સગીર મજૂરીના રૃપિયા માગી રહ્યો હતો પરંતુ દબંગને આ વાત ના ગમી.

આ બાદ તેમણે સાથે મળીને યુવકની સાથે આ ખરાબ હરકતને અંજામ આપ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થયો. મારામારીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસએ ૬ યુવક વિરૃદ્ધ એસસી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. હવે આ મામલે પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જગતપુર કસ્બાના રહેવાસી મહિલા મહેનત મજૂરી કરીને કોઈપણ પ્રકારે પોતાના પરિવારનુ ભરણ પોષણ કરે છે. દલિત મહિલાનો દિકરો ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તેની માતાને દબંગોએ ખેતરમાં મજૂરીના રૃપિયા આપ્યા નહોતા.

માતાની મજૂરીના રૃપિયા ન મળવાથી યુવક રૃપિયા માગી રહ્યો હતો પરંતુ દબંગોએ યુવકના રૃપિયા માગવા પર તેને ખૂબ માર માર્યો. આ પહેલી એવી ઘટના નથી જ્યારે કોઈ દલિતની સાથે આ પ્રકારની શરમસાર કરનારી હરકતને દબંગોએ અંજામ આપ્યો હોય. અગાઉ પણ કેટલીય વાર સમગ્ર દેશમાં આ પ્રકારની ખરાબ હરકતને અંજામ આપી રહ્યા છે. જેમાં કેટલીક કાર્યવાહી પણ કરવામાં આવી પરંતુ તેમ છતાં કેટલાક લોકો હજુ પણ દલિતોની સાથે આવુ વર્તન કરતા રહે છે.

(8:08 pm IST)