Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

યુ.પી. લાઊડસ્પિકર નો વિવાદ : સી.એમ. યોગી એ આદેશ કર્યો કે ધાર્મિક સ્થળની બહાર લાઊડ સ્પિકર નો અવાજ ન જવો જોઈએ.

તહેવાર અને તકેદારી ને ધ્યાન રાખીને લોકોની સુરક્ષા માટે જ મે સુધી પોલીસ અધિકારીઓની રજા સી.એમ. યોગી એ રદ કરી.

દિલ્હીના જહાંગીરપુરીમાં બનેલી ઘટના બાદ યુપીને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. યોગી સરકારે પરવાનગી વિના ધાર્મિક શોભાયાત્રા કે જુલૂસની સાથે પરિસર સુધી જ માઈકનો અવાજ રાખવાનો આદેશ આપ્યો છે.

લાઉડસ્પીકર વિવાદ દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે આ મુદ્દે UP ના CM યોગીએ આદેશ આપ્યો છે કે, તેમની ધાર્મિક વિચારધારા અનુસાર દરેકને તેમની પૂજા પદ્ધતિને અનુસરવાની સ્વતંત્રતા છે. માઈકનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ માઈકનો અવાજ ધાર્મિક પરિસરમાંથી બહાર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. માઇકના અવાજથી અન્ય લોકોને અસુવિધા ન પડે તેનું ધ્યાન રાખવુ જરુરી છે. આસિવાય નવી જગ્યાઓ પર માઇક લગાવવાની મંજુરી ન આપો.

તહેવાર અને તકેદારીને ધ્યાનમાં રાખીને તેમજ લોકોની સુરક્ષાને લઇને સીએમ યોગી આદિત્યનાથે 4 મે સુધી પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે. આ સિવાય જે અધિકારીઓ પહેલેથી જ રજા પર છે તેમને પણ 24 કલાકની અંદર પોસ્ટિંગના સ્થળે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

સીએમ યોગીએ અધિકારીઓને સૂચના આપી છે કે, “આગામી દિવસોમાં ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારો છે. રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ઈદનો તહેવાર અને અક્ષય તૃતીયા એક જ દિવસે થવાની શક્યતા છે. જેથી પરિસ્થિતિને જોતા પોલીસે પણ સંવેદનશીલ થવુ પડશે.

24 કલાકની અંદર પોલીસ સ્ટેશનથી લઈને ADG સુધી  પોતપોતાના વિસ્તારના ધર્મગુરુઓ, સમાજના અન્ય પ્રતિષ્ઠિત લોકો સાથે સતત સંવાદ કરો. એસડીએમ હોય, એસએચઓ હોય કે સીઓ વગેરે, બધાએ પોત પોતાના  સ્ટેન્ડ બાય વિસ્તારમાં રાત્રે વિશ્રામ કરવો. જો તમારી પાસે સરકારી રહેઠાણ હોય તો ત્યાં જ રહેવુ અથવા ભાડાનું મકાન લઇને પોતાના જ એરિયામાં રહો. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ સ્ટેન્ડ બાય કરવી જોઈએ. ડ્રોનનો ઉપયોગ કરીને પરિસ્થિતિ પર નજર રાખો. દરરોજ સાંજે પોલીસ ફોર્સે ફૂટ પેટ્રોલિંગ કરવું જોઈએ.

(8:49 pm IST)