Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સ્‍વીડનમાં કુરાન બાળવાને પગલે અનેક શહેરો કોમી તોફાનોની આગમાં લપેટાયા :પ૦ થી વધુ તોફાની તત્‍વોની ધરપકડ કરતી પોલીસ : વાહનોનલી આગ ચાંપી શરૂ

રેસ્‍મસ પાલુદન દક્ષિણપંથી નેતા, વકિલ અને યૂ ટયુબર પણ છે

સ્ટોકહોમ,: સ્વીડનમાં કુરાન બાળવાની ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા છે. સ્વીડનમાં હજુ પણ અનેક શહેરો કોમી તોફાનોની આગમાં લપેટાયા છે. 40 થી વધુ ઘાયલ થયા છે જયારે 50 થી વધુ તોફાનીઓની પોલીસે ધરપકડ કરી છે. તોફાને ચડેલા ટોળાઓએ વાહનોની આગચંપી શરુ કરી છે. પોલીસનું માનવું છે કે આ હિંસા ઓર્ગેનાઇઝ ગેંગના નેટવર્ક દ્વારા કરવામાં આવી રહી છે.

હિંસા સાથે જોડાયેલા લોકોને પોલીસ પહેલેથી જ ઓળખે છે. સ્વીડનના ઓરેબ્રો અને માલ્મો શહેર પછી રવીવારે નોર્કોપિંગમાં હિંસા ફેલાઇ છે. સ્વીડનની રાષ્ટ્રીય પોલીસના પ્રમુખના જણાવ્યા અનુસાર અગાઉ કયારેય નોર્કોપિંગમાં હિંસા જોઇ નથી. પોલીસે હિંસક ટોળાને કાબુમાં રાખવા હવામાં ગોળીઓ છોડતા મચેલી નાસભાગમાં 3 ઘાયલ થયા હતા.

મીડિયા રિપોર્ટ મુજબ સ્વીડીશ નેતા રેસ્મસ પાલુદને કેટલાક દિવસો પહેલા સ્વીડનના એક મુસ્લિમ બહુલ વિસ્તારમાં કુરાનની કોપી સળગાવી હતી.એટલું જ નહી પોતાની રેલી દરમિયાન વધારે કોપીઓ સળગાવશે એવી ધમકી આપી હતી.

રેસ્મસ પાલુદન દક્ષિણપંથી નેતા, વકિલ અને યૂ ટયૂબર પણ છે

2 જાન્યુઆરી 1982માં જન્મેલો રેસ્મસ પાલુદન વ્યવસાયે વકિલ અને યૂ ટયૂબર છે. તેના પોતાના વીડિયોમાં એન્ટી ઇસ્લામ સામગ્રીથી ભરપૂર હોય છે.કોપન હેગન યુનિવર્સિટીમાં તેને સ્ટડી કરેલો છે. તેણે 2017માં હાર્ડ લાઇન (સ્ટ્રામ કર્સ) નામની દક્ષિણપંથી પાર્ટીની રચના કરી ત્યારે ચર્ચામાં આવ્યો હતો. તે પોતાના દેશમાં વધતા જતા પોલરાઇઝેશનનો વિરોધ કરે છે.

રેસ્મસ પોતાની પ્રવૃતિનો વાણી સ્વતંત્રતાના નામે સાચી ઠરાવે છે. પાલૂદનને માલમો શહેરમાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. તે સમર્થકો સાથે બળજબરીથી ઘૂસવાના પ્રયાસો કરે છે. આવો જ એક નિષ્ફળ પ્રયાસ કર્યા પાછી તેના સમર્થકોએ કુરાનની પ્રત સળગાવી હતી. 2019માં વંશિય હિંસા ફેલાવતી હેટ સ્પીચ બદલ 14 કેસમાં 2 મહિનાની સજા થઇ હતી.

સ્વીડનમાં ઘૂસવા માટેનો એન્ટ્રી પોઇન્ટ ગણાતું માલમો શહેર વિવાદનું કેન્દ્ર

માલ્મોએ સ્વીડન અને ડેન્માર્કની સરહદ નજીક આવેલું શહેર છે. માલમોથી માત્ર 40 મીનિટમાં ડેન્માર્કના પાટનગર કોપનહેગન પહોંચી શકાય છે. બંને શહેરોમાંથી લોકો અવર જવર પણ કરે છે. માલમો યુરોપ બાજુથી સ્વીડનમાં ઘૂસવા માટેનો એન્ટ્રી પોઇન્ટ છે.

એ રીતે સ્વીડનમાં મુસ્લિમ શરણાર્થીઓ મોટી સંખ્યામાં આવીને વસ્યા છે. આથી આ શહેર એન્ટી મુસ્લિમ પોલિટિકસ માટે ચર્ચાતું રહયું છે. નાનામાં નાની ઘટનાને મુસ્લિમ ઇમિગ્રેન્ટ સમુદાય દ્વારા ચગાવવામાં આવે છે. આ હાઇલાઇટ શહેર પર ફોકસ કરીને એન્ટી મુસ્લિમ સેન્ટીમેંટ મેળવવા સ્ટ્રામ કુર્સે માલમો શહેર પર ધ્યાન આપવાનું શરુ કર્યુ છે.

(10:18 pm IST)