Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે ફેસબુક પર પેટ્રનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પેટ્રોનની મદદથી અત્યાર સુધીમાં 90 બોમ્બ શોધી કાઢ્યા છે. રસેલ ટેરિયર કૂતરાની એક જાતિ છે જે 200 વર્ષ પહેલાં શિયાળનો શિકાર કરવા માટે ઉછેરવામાં આવી હતી.

વિશ્વભરમાં યુદ્ધના મેદાનોમાં ઘણા હેતુઓ માટે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

નવી દિલ્હી: યૂક્રેન યુદ્વ દરમિયાન વીરતાની ઘણી સ્ટોરીઓ સાંભળી હશે, પંરતૂ માત્ર માણસ જ નહી પણ પ્રાણીઓ પણ આ યુદ્વમાં આગળ વધીને રશિયાના સૈનિકોથી બચાવવામા લોકોની મદદ કરી રહ્યાં છે. કહેવાય છે ને કે, શ્વાન વફાદાર પ્રાણી છે, તેથી તે તેના માલિક સાથે જીવનભર વફાદારી નિભાવે છે.

અહીં યુદ્વમાં એક એવા જ શ્વાનની વાત થઇ રહી છે, જેનું નામ "પેટ્રોન" છે, જે માત્ર 2 વર્ષનો છે.

જેક રસેલ ટેરિયર ડોગ બ્રીડનો ડોગ પણ તેમાંથી એક છે. યુક્રેનમાં ખતરનાક બોમ્બ સુંઘવા માટે પેટ્રોન જાણે હીરો બની ગયો છે.

યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે ફેસબુક પર પેટ્રનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પેટ્રોનની મદદથી અત્યાર સુધીમાં 90 બોમ્બ શોધી કાઢ્યા છે. રસેલ ટેરિયર કૂતરાની એક જાતિ છે જે 200 વર્ષ પહેલાં શિયાળનો શિકાર કરવા માટે ઉછેરવામાં આવી હતી. પાર્સન રસેલ ટેરિયર તરીકે પણ ઓળખાય છે, તે એક સ્વતંત્ર, જીવંત અને બુદ્ધિશાળી પ્રજાતિ છે.

માર્ચમાં પોસ્ટ પોસ્ટ થયેલા આ વીડિયોમાં ડોગે કરેલ કામ બદલ તેનો આભાર માનવામાં આવી રહ્યો છે.વીડિયોમાં સાનિક બલી રહ્યો છે કે, અમારો લશ્કરી કૂતરો, જે ચેર્નિહીવ પાયરોટેકનિશિયનનો મેસ્કટ બની ગયો છે, તેણે અને SES સાથે મળીને યુદ્ધની શરૂઆતથી લગભગ 90 બોમ્બ સાફ કર્યા છે. મારા મિત્ર, તમારા અથાક પ્રયત્નો માટે આભાર! એક યુઝરે આ ડોગનો સ્કેચ બનાવીને તેેને પોસ્ટ પણ કર્યો હતો.

વિશ્વભરમાં યુદ્ધના મેદાનોમાં ઘણા હેતુઓ માટે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રિઓને ઘણા ખતરનાક બોમ્બ અને લેન્ડમાઈન શોધીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે, અને તેથી તે હિરો બની ગયો છે.

થોડા જ સમયમાં પેટ્રિઓન સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય થઈ ગઈ છે. ફેસબુક પર એક યુઝરે લખ્યું, "આ શ્વાન નહી ચમત્કાર છે,જેથી પ્લીઝ આ શ્વાનની સંભાળ રાખો. યુક્રેનને સલામ! અમારા હીરોને સલામ!

(10:21 pm IST)