Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વિરાટ કોહલી બન્યો 'ગોલ્ડન ડક' : એ પછી આપી એવી પ્રતિક્રિયા કે એનો ફોટો થઈ ગયો વાયરલ : લોકોમાં ચાલી ખૂબ ચર્ચા

નવી દિલ્હી, ઓનલાઈન ડેસ્ક. ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જારી રહ્યું છે. મંગળવારે લખનૌ સામેની મેચમાં તે એકપણ રન બનાવ્યા વિના પરત ફર્યો હતો.

આ મેચમાં ચાહકોને તેના બેટિંગથી સારી ઇનિંગની આશા હતી. પ્રથમ ઓવરમાં જ તેને મેદાન પર આવવાની તક મળી પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહીં અને ગોલ્ડન ડક બની ગયો. તે જે રીતે આઉટ થયો અને તે પછી તેણે જે પ્રતિક્રિયા આપી તે ગજબ હતી.

લખનૌ સામેની મેચમાં ટોસ હાર્યા બાદ બેંગ્લોરની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઓવરના પાંચમા બોલ પર દુષ્મંત ચમીરાએ અનુજ રાવતને આઉટ કરીને પરત મોકલી દીધો હતો. કેપ્ટન કેએલ રાહુલે 4 રન પર તેનો કેચ પકડ્યો હતો. આ પછી વિરાટ બેટિંગ કરવા આવ્યો પરંતુ તેણે પહેલા જ બોલ પર પોતાની વિકેટ પણ ગુમાવી દીધી. દીપક હુડ્ડાએ પૂર્વ કેપ્ટનનો કેચ પકડ્યો હતો. આઉટ થયા બાદ તેના ચાહકો દંગ રહી ગયા હતા જ્યારે કોહલીના ચહેરા પર સ્મિત હતું. તેને એવું રિએક્ષન આપ્યું જાણે કહી રહ્યો હોય કે હવે શું કરવું, આ કેવી રીતે થયું?. તેના આ રિએક્શન પર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે.

કોહલીએ ટીમ માટે અત્યાર સુધી 7 મેચમાં 119 રન બનાવ્યા છે. જેમાંથી એક જ ઇનિંગમાં તેણે 48 રન બનાવ્યા હતા. તેણે આ ઈનિંગ મુંબઈ વિરૂદ્ધ રમી હતી, મતલબ કે જો તમે આ એક ઈનિંગને કાઢી નાખો તો બાકીની 6 ઈનિંગમાં તેણે માત્ર 71 રન જ બનાવ્યા છે. બેંગ્લોર તરફથી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (250) એ સૌથી વધુ રન બનાવ્યા છે. જ્યારે દિનેશ કાર્તિક (210) બીજા સ્થાને ચાલી રહ્યો છે.

(10:46 pm IST)