Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મુંબઇ દેશનું પહેલું એવું મહાનગર હશે કે જયાં પહેલી ડીજીટલ બસો ચાલશે : જેમા ટિકીટ મેળવવી ખુબ સરળ બનશે : આધુુનક મશીન લગાવવામાં આવી રહ્યું છે

આ ટિકિટ મશીન બસના બંને ગેટ પર લગાવવામાં આવશે

મુંબઈ: દેશની રાજધાની મુંબઈ(Mumbai)માં લાખો લોકો રોજ BESTની બસોમાં મુસાફરી કરે છે. હવે આ બસો ટૂંક સમયમાં જ Digital Busમાં બદલાવા જઈ રહી છે. આ સાથે જ મુંબઈ દેશનું પહેલું એવું શહેર હશે જ્યાં પહેલી આવી બસો ચાલશે. ચાલો જાણીએ શું છે ખાસ આ બસોમાં.

BESTની બસોમાં યાત્રા દરમિયાન લાખો લોકોને બસમાં ભીડ દરમિયાન ટિકિટ લેવા માટે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ટિકિટ માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે.

હવે Digital Busથી યાત્રીઓને આ મુશ્કેલીથી છૂટકારો મળશે અને તેઓ સરળ રીતે ટિકિટ મેળવી શકશે. BESTની બસોમાં બેસ્ટ સેવા આપવા માટે ટેક્નોલોજીનો ભારે ઉપયોગ થઈ રહ્યો છે.

આ બસોમાં આધુનિક મશીન લગાવવામાં આવી રહ્યું છે, જયાં તમારે સ્માર્ટકોડને મશીન પર ટચ કરવાનો રહેશે અને તરત યાત્રીઓની ટિકિટ બુક થઈ જશે.

પ્રાથમિક માહિતી અનુસાર આ ટિકિટ મશીન બસના બંને ગેટ પર લગાવવામાં આવશે, જ્યાં મુસાફરો બસમાં ચડતી અને ઊતરતી વખતે પોતોના સ્માર્ટકાર્ડને મશીન સાથે ટચ કરશે તો તેમની મુસાફરનું ભાડું તેમાંથી કટ થઈ જશે. આનાથી યાત્રીઓનો ખુબ જ ટાઈમ બચશે.

સોમવારે શહેરમાં આવી બસોની ટ્રાયલ કરવામાં આવી હતી. શરૂઆતમાં, આ બસો છત્રપતિ શિવાજી ટર્મિનસથી NCPA સુધી દોડશે. ટૂંક સમયમાં તમામ લોકોને આ બસોની સેવા મળવા લાગશે. બાદમાં આ બસોને કચેરીના રૂટ પર દોડાવવામાં આવશે.

સિંગાપોરમાં આવી બસો દોડે છે

સિંગાપોરમાં આવી બસો પહેલાથી જ દોડે છે. ત્યાં, બસોમાં પ્રવેશ અને એક્ઝિટ પોઈન્ટ પર ટિકિટ મશીન લગાવવામાં આવે છે.મુસાફરો માટે પાછલા દરવાજેથી અંદર જવાનો અને બાજુના દરવાજાથી નીચે ઉતરવાનો નિયમ છે.સિંગાપોરમાં બહુહેતુક ઉપયોગનું સ્માર્ટકાર્ડ પ્રચલિત છે, જેમાંથી બસ ભાડુંથી લઈને મેટ્રોનું ભાડું, રેસ્ટોરન્ટનું બિલ ચૂકવી શકાય છે.

(11:14 pm IST)