Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ હવે પોલીસ તપાસમાં જોતરાઈ: અરજીમાં કોર્ટની દેખરેખમાં તપાસની માગ કરવામાં આવી છે. દરમિયાન હિંસાને લઈને રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવી રહી છે. BJPના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાનો આરોપ છે કે, આ હિંસા AAP સરકાર દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓને ગેરકાયદેસરરીતે આશરો આપવાના કારણે થઈ છે

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીના કાયદા-વ્યવસ્થા પર ગૃહમંત્રી અમિત શાહને સવાલ પૂછવો જોઈએ

દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ હવે પોલીસ તપાસમાં જોતરાઈ છે. અભિયુક્તોની ધરપકડ કરવામાં આવી રહી છે સાથે જ હિંસા પર જાણકારી મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કોર્ટની દેખરેખમાં તપાસની માગ કરવામાં આવી છે. દરમિયાન હિંસાને લઈને રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ લગાવી રહી છે. BJPના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાનો આરોપ છે કે, આ હિંસા AAP સરકાર દ્વારા બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓને ગેરકાયદેસરરીતે આશરો આપવાના કારણે થઈ છે.

આદેશ ગુપ્તાએ એવો પણ દાવો કર્યો છે કે, હિંસામાં ધરપકડ કરાયેલો એક આરોપી AAPનો કાર્યકર્તા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને AAP પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈને આ આરોપ અંગે કહ્યું કે, તે વ્યક્તિ BJP સાથે જરૂર સંકળાયેલો હશે, એટલે જ BJP પાસે અંદરની જાણકારી છે. કોઈપણ પાર્ટી સાથે સંકળાયેલો હોય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. હિંસા સામે આવ્યા બાદ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, પોલીસ અને એજન્સીઓ કેન્દ્ર સરકારની પાસે છે. તેમણે શાંતિ વ્યવસ્થા રાખવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

ક્રમમાં AAPની પ્રવક્તા આતિશી સિંહે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા મોદી સરકારની જવાબદારી છે. BJPમાં હિંમત હોય તો અરવિંદ કેજરીવાલ સરકારને કાયદો-વ્યવસ્થાની જવાબદારી આપી દો, દિલ્હીમાં એક પણ દંગા નહીં થશે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીના કાયદા-વ્યવસ્થા પર ગૃહમંત્રી અમિત શાહને સવાલ પૂછવો જોઈએ. સત્યેન્દ્ર જૈને કહ્યું, દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. દિલ્હી પોલીસ BJPને આધીન છે. BJP પોલીસને યોગ્યરીતે નિયંત્રણ કરે અને કાયદો-વ્યવસ્થા લાગૂ કરી દંગાને અટકાવે. દંગા કરનારી BJP પોતે છે. હું લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરીશ.

(11:27 pm IST)