Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

IPL 2022 : આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રને હરાવ્યુ

પ્રથમ બેટિંગ કરતા RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 96 રનની મદદથી 181 રન બનાવ્યા

મુંબઈ : IPL 2022 માં, 19 એપ્રિલના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 18 રને હરાવ્યું. બેંગલુરુએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની 96 રનની ઇનિંગને કારણે 181 રન બનાવ્યા, જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ આ લક્ષ્‍યાંક હાંસલ કરી શક્યું નહીં.

પ્રથમ બેટિંગ કરતા RCBએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના 96 રનની મદદથી 181 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. ક્વિન્ટન ડી કોક અને મનીષ પાંડે સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ બીજા છેડે કેપ્ટન કેએલ રાહુલ ઊભો હતો અને રન બનાવી રહ્યો હતો. પરંતુ 8મી ઓવરના છેલ્લા બોલ પર હર્ષલ પટેલ શિકાર બન્યો હતો. રાહુલની વિકેટ હર્ષલ પટેલના ખાતામાં ગઈ હતી.

(12:01 am IST)