Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

PM કિસાન યોજના હેઠળ કેટલાક એવા ખેડૂતો પણ આવે છે, જેમને ક્યારેય યોજનાનો લાભ મળતો નથી. PM કિસાન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો આવા ખેડૂતોએ ખોટી માહિતી આપીને અરજી કરી છે, તો તેમની પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવે છે. અથવા તેમને રૂપિયા પરત કરવા પડશે

જ્યારે ખોટી માહિતી આપીને અરજી કરનારા ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. તેઓ યોજનાના લાભોથી વંચિત રહેશે

નવી દિલ્‍હી : PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતો માટે આ સમાચાર પરેશાન કરનાર છે. કારણ કે માહિતી મુજબ આખા દેશમાં લગભગ 20 લાખ ખેડૂતોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જેમને PM સન્માન નિધિનો લાભ નહીં મળે. જો આ ખેડૂતો વર્ષોથી યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો તેમને રૂપિયા પરત કરવા પડશે. તેની સાથે સરકાર ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો મોકલવાની પણ યોજના બનાવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 10મા હપ્તાના રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે ખોટી માહિતી આપીને અરજી કરનારા ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે. તેઓ યોજનાના લાભોથી વંચિત રહેશે.

ઉલ્લેખનીય છે કે PM કિસાન યોજના હેઠળ કેટલાક એવા ખેડૂતો પણ આવે છે, જેમને ક્યારેય યોજનાનો લાભ મળતો નથી. PM કિસાન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો આવા ખેડૂતોએ ખોટી માહિતી આપીને અરજી કરી છે, તો તેમની પાસેથી રૂપિયા રિકવર કરવામાં આવે છે. અથવા તેમને રૂપિયા પરત કરવા પડશે અને તેમ ન કરવા બદલ કાર્યવાહી થઈ શકે છે. મળતી માહિતી મુજબ આવા ખેડૂતોને નોટિસ મોકલીને રૂપિયાસા પરત કરવા જણાવવામાં આવશે.

PM કિસાન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી મુજબ જે ખેડૂત ઇનકમ ટેક્સ ચૂકવે છે અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય ઇનકમ ટેક્સ ચૂકવે છે, તો તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. બીજી તરફ મોટા ખેડૂતો કે જેમની આવક વધુ છે તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી. આ ઉપરાંત વધુ જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. એટલા માટે આવા તમામ ખેડૂતો કે જેઓ લાંબા સમયથી PM કિસાન નિધિનો લાભ લઈ રહ્યા હતા. તેમને તે રૂપિયા પરત કરવા પડી શકે છે.

(12:17 am IST)