Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્રએ દિલ્હી સહિતના રાજ્યોને એલર્ટ કર્યા : લોકોને માસ્ક લગાવવાની સલાહ

નવી દિલ્હી : દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મિઝોરમને એલર્ટ જારી કરીને રાજ્યમાં કોરોના નિયમોનું પાલન કરવા અને ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.

આ ચાર રાજ્યો માટે એલર્ટ જારી કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે આ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.  આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે આ રાજ્યોમાં, કોરોનાને લઈને વધારાની સાવચેતી રાખવામાં આવે અને કોરોના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે.

(1:20 am IST)