Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

પશ્ચિમ ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો માટે કાલે મતદાન : કડક સુરક્ષા વ્યવસ્થા

પશ્ચિમ ક્ષેત્રની સહારનપુર, બિજનૌર, કૈરાના, મુઝફ્ફરનગર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીત લોકસભા બેઠકો પર મતદાન

નવી દિલ્હી : પશ્ચિમ ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો માટે 19 એપ્રિલના રોજ યોજાનાર મતદાનના પ્રથમ તબક્કાની તૈયારીઓ વહીવટીતંત્રે પૂર્ણ કરી લીધી છે. આ બેઠકો પર મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છે. પ્રથમ તબક્કામાં જે બેઠકો માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે 

 રાજ્યના પશ્ચિમ ક્ષેત્રની સહારનપુર, બિજનૌર, કૈરાના, મુઝફ્ફરનગર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીત લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચૂંટણી પ્રચારમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાતનો ઉપયોગ કર્યો હતો

(12:53 am IST)