Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

યુપીના અમરોહામાં માત્ર ઢોલ નહી પરંતુ દેશનો ડંકો વાગી રહ્યો છેઃ નરેન્‍દ્રભાઇ મોદી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ યુપીના અમરોહામાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે અમરોહામાં માત્ર ઢોલ જ નહી પરંતુ દેશનો ડંકો વાગી રહ્યો છે. તેમણે કહ્યું કે ક્રિકેટ વર્લ્‍ડકપમાં ભાઇ મોહમ્‍મદ શમીએ જે અદ્‌્‌ભૂત કામ કર્યુ છે તે આખી દુનિયાએ જોયું છે. રમતગમતનાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે કેન્‍દ્ર સરકારે તેમને અર્જુન એવોર્ડ આપ્‍યો છે.

(3:29 pm IST)