Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

વિશ્વની સૌથી નાના કદની મહિલાએ મતદાન કર્યું : મતદાતાઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની

મહારાષ્ટ્રના નાગપુરમાં જ્યોતિ આમગે નામની આ મહિલાએ મતદાન કરી મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરી

દેશમાં લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચુકી છે. પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. દરમિયાન વિશ્વની સૌથી નાના કદની મહિલાએ મતદાન કર્યું છે.

મહારાષ્ટ્રના નાગપુરમાં જ્યોતિ આમગે નામની આ મહિલાએ મતદાન કર મતદાન પ્રક્રિયામાં ભાગ લેવાની અપીલ કરી છે. આજે જ્યોતિ આમગે મતદાતાઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યોતિ આમગેનો જન્મ 16મી ડિસેમ્બર 1993ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. જ્યોતિની ઊંચાઈ ફક્ત 2 ફૂટ છે. આ સાથે તે વિશ્વમાં સૌથી ટૂંકુ કદ ધરાવતી મહિલા તરીકે ઓળખાય છે.

જ્યોતિનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેને બે વખત વર્લ્ડ રેકોર્ડ પણ સર્જો છે. હકીકતમાં જ્યોતિ એકોન્ડ્રોપ્લાસિયા નામની હાડકાની બીમારીથી પીડિત છે. આ કારણે તેની ઊંચાઈ પણ વધારે વધી નથી. શરૂઆતના તબક્કામાં જ્યોતિને તેની નાની ઉંચાઈના કારણે ઘણી હેરાનગતિ થઈ હતી, પરંતુ તેણે તેની નબળાઈને તેની સૌથી મોટી તાકાત બનાવી છે.

(7:22 pm IST)