Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

યુટ્યુબર ગરવિત અને નંદિનીનું મૃત્યુ બન્યું રહસ્યમય : ગરવિત સવારે 5 વાગ્યે ફ્લેટમાં પ્રવેશ્યો: ઝઘડા પછી 7માં માળેથી પડ્યો

બંનેએ આત્મહત્યા કરી કે લડતા લડતા નીચે પડી ગયા તે હજુ સ્પષ્ટ થયું નથી

ગરવિત અને નંદિની મુંબઈમાં મળ્યા, મિત્રો બન્યા, પછી સાથે રહેવા લાગ્યા. બંને સોશિયલ મીડિયા પર ફેમસ હતા. નંદિની હરિયાણાના બહાદુરગઢમાં રૂહિલ રેસિડેન્સી સોસાયટીમાં રહેતી હતી. ગરવિત 13 એપ્રિલે તેને મળવા આવ્યો હતો. 7મા માળે નંબર-701 પર પહોંચ્યો. બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેમની લાશ નીચે પડેલી મળી આવી હતી. બંનેએ આત્મહત્યા કરી કે લડતા લડતા નીચે પડી ગયા તે હજુ સ્પષ્ટ થયું નથી. યુટ્યુબર ગરવિત સિંહ ગેરી અને નંદિની કશ્યપનું મૃત્યુ હવે રહસ્ય બની ગયું છે. આ ઘટના જે સોસાયટીમાં બની ત્યાં ન તો સીસીટીવી કેમેરા છે કે ન તો કોઈએ બંનેને નીચે પડતા જોયા છે. પોલીસ હવે ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે.

 

(8:16 pm IST)