Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ઇઝરાયલ અને ગાઝા યુદ્ધ વચ્ચે કતાર મધ્યસ્થીની ભૂમિકમાં હતું :હવે એવું તે શું થયું કે કતારે વાત કરવાનું બંધ કરી દીધું

લોકોએ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાતચીત અને ઈઝરાયેલના બંધકોને છોડાવવાના પ્રયાસોનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો :ઘણા લોકોએ કતારનું શોષણ અને દુરુપયોગ કર્યો અને પડદા પાછળ તેના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના એક સમાચારે બંને દેશો માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. કતારના વડા પ્રધાને બુધવારે જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની વાતચીત અટકી પડી છે. પીએમએ કહ્યું કે કતાર દેશ ઇઝરાયલ અને હમાસ વચ્ચે માનવતાના આધારે મધ્યસ્થી કરી રહ્યો છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આ અંગે ફરીથી વિચારવું પડશે.

    કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાનીએ કહ્યું છે કે લોકો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત કરવા અને ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાના પ્રયાસો અંગેની વાતચીતનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકોએ કતારનું શોષણ અને દુરુપયોગ કર્યો અને પડદા પાછળ તેના હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો. જ્યારે હાલની શાંતિ મંત્રણા 'ખૂબ જ નાજુક' તબક્કામાં છે. તેથી, હવે આપણે ભવિષ્યમાં કોઈપણ ભૂમિકા ભજવતા પહેલા ઘણી વાર વિચારવું પડશે.
   અમેરિકા અને ઈજિપ્તની સાથે-સાથે કતારની પણ બંને દેશો વચ્ચેની વાતચીતમાં મોટી ભૂમિકા રહી છે. જેણે લાભ લીધો હતો
    PM એ કહ્યું કે કતાર રાજકારણીઓ દ્વારા "પોઇન્ટ-સ્કોરિંગ" નો શિકાર બન્યું છે જેઓ કતાર રાજ્યને નબળું કરીને ચૂંટણી અભિયાન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
  કતારના હમાસ સાથે સારા સંબંધો છે કતાર યુદ્ધના પહેલા દિવસથી જ આ મામલે તપાસ કરી રહ્યું છે. કતારના હમાસ સાથે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં, કોઈપણ યુદ્ધવિરામ વાટાઘાટોની સફળતા માટે તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મધ્યસ્થીઓએ છ સપ્તાહના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના બદલામાં હમાસ 40 બંધકોને મુક્ત કરવા માટે પણ તૈયાર થઈ ગયું. મહિલાઓ અને બાળકો ઉપરાંત, તેમાં વૃદ્ધો અથવા બીમાર બંધકોનો સમાવેશ થાય છે. જો કે, ગયા સપ્તાહના અંતમાં હમાસે આ પ્રસ્તાવને જાહેરમાં ફગાવી દીધો હતો.
   હવે કતારે ખુલ્લેઆમ કહ્યું છે કે તે મધ્યસ્થી તરીકેની તેની ભૂમિકા પર પુનર્વિચાર કરી રહ્યું છે. કતાર આ મામલે કંઈ બોલી રહ્યું નથી, પરંતુ અમેરિકા તેની પાછળ ક્યાંક ને ક્યાંક છે. કતારનું નિશાન અમેરિકા તરફ છે કારણ કે યુએસ સંસદની અંદરથી કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો છે કે કતાર હમાસ પર છૂટ આપવા માટે પૂરતું દબાણ નથી કરી રહ્યું.

  ગયા સપ્તાહના અંતમાં જ્યારે હમાસે તાજેતરના યુદ્ધવિરામ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, ત્યારે અમેરિકાએ પેલેસ્ટિનિયન સશસ્ત્ર સંગઠન પર આરોપ લગાવ્યો હતો કે તે યુદ્ધવિરામમાં અવરોધ બની રહ્યો છે

 

(8:17 pm IST)