Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

કેન્દ્ર સરકારે બહાર પાડ્યો પરિપત્ર

દુકાનદારે દાળ-કઠોળના ભાવ અને સ્ટોકના આંકડા બોર્ડ પર લખવા પડશે

મુંબઈ, તા. ૧૯: કેન્દ્ર સરકારે ગત ૧૪મી મેના રોજ એક પરિપત્ર બહાર પાડીને દરેક રાજય સરકારને મિલર, હોલસેલર, આયાતકાર અને વેપારી પાસેથી દરેક સપ્તાહના કઠોળનો સ્ટોક લેવાની સૂચના આપી છે. આથી હવે દરેક રિટેલ દુકાનદારે તેમના બોર્ડ પર દાળ-કઠોળનો સ્ટોક અને ભાવ લખવા જરૂરી છે.

મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ રમણિકલાલ જાદવજી છેડાએ જણાવ્યું હતું કે દરેક વિસ્તારમાં અન્ન અને નાગરી પુરવઠાના અધિકારીઓ નફાખોર દુકાનદારો પર નજર રાખી રહ્યા છે. આથી દુકાનદારોએ તેમની સલામતી માટે ખાસ બિલની ફાઈલ સંભાળી રાખવી. કોરોના કાળમાં માલનો ભરાવો કરવો નહીં, જરૂર પૂરતી ખરીદી કરવી તેમ જ વાજબી નફો લઈને માલનું વેચાણ કરવું તો જ ગ્રાહકોને કાયમી રાખી શકાશે. બાઙ્ખર્ડ પર હવે કઠોળ-દાળના ભાવ અને સ્ટોક લખવા અનિવાર્ય છે. તેમણે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરાયેલો વધારો, આયાત ડયૂટી, બહુરાષ્ટ્રીય અને મોટી કંપનીઓ પાસે દાળ-કઠોળ-તેલના ભાવનો અંકુશ વગેરેના કારણે આ વર્ષે અનાજ-કરિયાણામાં ગત વર્ષ કરતાં તેજી જોવાઈ રહી છે. આથી રિટેલરોએ બેફામ નફાખોરીથી દૂર રહેવું જરૂરી છે.

(10:12 am IST)