Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં વાવાઝોડાનો આતંક

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ : ઠેરઠેર વૃક્ષો તૂટયા : થાંભલા જમીનદોસ્ત : વિજળી વેરણ : માઉન્ટ આબુના નક્કી લેકમાં ઉઠેલી લહેરોએ લોકોને ડરાવી દીધા

જયપુર તા. ૧૯ : તાઉતેવાવાઝોડાએ કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાતને ધમરોળ્યા બાદ હવે રાજસ્થાનમાં વાવાઝોડાની અસરના કારણે રાજસ્થાનમાં ગઈકાલે શરૂ થયેલોવરસાદ આજ સવાર સુધી સતત ચાલુ છે. તાઉતેનાકારણે રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. તો ત્યાં મધ્યમ પ્રમાણમાં વરસાદ ચાલી રહ્યો છે. તાઉતેનાકારણે ગુજરાત રાજયથી નજીક જાલોર જિલ્લામાં છેલ્લા ૧૨ કલાકથી તેજ વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ પાલીજીલ્લામાંપણ ભારે વરસાદ થઇ રહ્યો છે. વરસાદના કારણે રાજયના વિવિધ વિસ્તારમાં વીજળીને ખરાબ રીતે અસર થઇ છે. રાજસ્થાનનાઅનેક વિસ્તારમાં અંધારપટ જોવા મળ્યો છે.

તાપમાનનોપારો નીચે ગગડ્યો છે. છેલ્લા ૨૪ કલાકથી રાજયના વિવિધ વિસ્તારમાં વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષોધરાશાયી થયા છે. નદી-નાળા છલકાયગયા છે.માઉન્ટ આબુના નખી તળાવમાઉંચી લહેરો ઉઠી છે. પાટનગર જયપુરમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે.

તાઉતેવાવઝોડાએ રાજસ્થાનના ઉદયપુરમાદસ્તક દીધી હતી. જેને કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરિણામે, ઉદયપુરમાં સવારથી રાત્રિ દરમ્યાન વચ્ચે-વચ્ચે અથવા મધ્યમ વરસાદ પડ્યો હતો જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જો કે, હવે તે નબળુ થવાનું શરૂ થયું છે, સાથે સાથે તેની ગતિ ધીમી થવાની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગના નિયામક રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે આજે તેનું કેન્દ્ર રાજસ્થાનમાં રહેશે. સિરોહી થઈને પ્રવેશ કર્યા પછી, તે દિવસ દરમિયાન અજમેર અને જયપુર વિભાગ તરફ આગળ વધશે. જો કે નબળા વરસાદને કારણે જયપુર અને અજમેર વિભાગમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે. જોકે હવામાન વિભાગે ઉદેપુર અને જોધપુર વિભાગના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સિસ્ટમની અસરને કારણે મંગળવારે મોડી રાતથી બુધવારની વચ્ચે બાંસવાડા, ભીલવાડા, ચિત્તોડગઢ, ડુંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, જલોર અને પાલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જયપુર, અજમેર, કોટા અને ભરતપુર વિભાગના ઘણા જિલ્લાઓમાં આખા દિવસમાં વરસાદ પડવાની શકયતા છે.

હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનના અજમેર, ભીલવાડા, જયપુર, રાજસમંદ અને નાગૌર અને પાલી જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે અલવર, બાંસવારા, ભરતપુર, બુંદી, દૌસા, ધૌલપુર, જયપુર, ઝુનઝુનુ, કરૌલી, સવાઈ માધોપુર, સીકર, ટોંક અને પશ્ચિમ રાજસ્થાનમાં પૂર્વ, રાજસ્થાન, બિકાનેર, ચુરૂ, હનુમાનગઢ, શ્રીગંગાનગર, જોધપુરમાં તીવ્ર વાવાઝોડા, ધૂળની વાવાઝોડા આ સાથે, ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા માટે યેલોએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

(10:56 am IST)