Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વેકિસનેશન બાદ પણ લોકો કેમ બની રહ્યા છે કોરોનાનો શિકાર ?

નવી દિલ્હી તા. ૧૯ : કોરોના સંક્રમણથી બચવા માટે કોરોના વેકિસનેશનની પ્રક્રિયા ફૂલ જોશમાં ચાલી રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમા ૧૮ કરોડ ૪૦ લાખ ૫૩ હજાર ૧૪૯ લોકોએ કોરોનાની વેકિસન લઈ લીધી છે. પરંતુ તેને લઈને પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે કોરોનાની વેકિસન લીધેલા લોકો પણ કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે.

દેશના જાણીતા હૃદય રોગના ડોકટર કે કે અગ્રવાલનું મોડી રાત્રે નિધન થતા દેશમાં વેકિસનેશન પર સવાલો ઉભા થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ ડોકટર કેકે અગ્રવાલે કોરોના વેકિસનના બંન્ને ડોઝ લીધા હતા. પરંતુ તે કોરોનાને માત આપવામાં અસફળ રહ્યા હતા. એક અઠવાડિયા સુધી તેમનો ઈલાજ એઈમ્સ, અને નવી દિલ્લીની વિશેષ ડોકટરોની ટીમ કરી રહી હતી. છતા પણ તેમની હાલતમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નહી અને મોડી રાત્રે ૧૧.૩૦ કલાકે તેમનું નિધન થયું હતું.

ત્યારબાદથી આ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું કે કોરોના વેકિસનના બંન્ને ડોઝ લીધા બાદ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ? અથવાતો વેકિસન લીધા બાદ પણ કોરોનાથી કેવી રીતે બચી શકાય? તેને અનુલક્ષીને ડોકટરની સલાહ લેવામાં આવી હતી.

ઈન્ડિયન મેડિકલ એશોસીએશનના એક વરિષ્ઠ અધિકારી અને ફાઈનાન્સ સેક્રેટરી ડો. અનિલ ગોયલનું કહેવું છે કે, ડો અગ્રવાલના કેસમાં અનેક કોમ્પલીકેશન હોઈ શકે છે. તેમાં સૌથી મોટુ કારણ કોમોડિટી ડીજીજ પણ મહત્વનું હોઈ શકે છે. જેના કારણે રીસ્ક વધી જાય છે.

કોમોડિટીઝ ડીજીજમાં જેવા કે, હાર્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટી, ફેફસા અને બીજી સમસ્યાઓ અથવા તો બિમારીઓ પ્રમુખ રૂપમાં સામીલ થાય છે. આ તમામ કારણે કોરોના સંક્રમિત દર્દીઓ હાઈ રિસ્ક વધી જાય છે. અને મોતનું સૌથી મોટુ કારણ બને છે. કોરોનાનો એક અથવા બંન્ને ડોઝ લેનાર ચપેટમાં નહી આવે એવું પણ નથી. તેનાથી બચવા માટે પણ સુરક્ષિત રહેવું જરૂરી છે.

આરોગ્ય વિશેષજ્ઞ ડોકટર ગોયલએ જણાવ્યું કે, એવું નથી કે તમે કોરોનાના એક અથવા બંન્ને ડોઝ લીધા બાદ તમે કોરોનાની ચપેટમાં નહી આવો, તેનાથી બચવા માટે તમારે તકેદારી રાખવી પડશે તે નક્કી છે.

ડોકટર ગોયલે જણાવ્યું કે કોરોના વેકિસનેશનનો પહેલો ડોઝ લીઘા બાદ એક મહિના પછી એન્ટીબોડી ટેસ્ટ કરાવવો જરૂરી છે. અને તેમાંથી ૭૦ થી ૯૦ ટકા એન્ટીબોડી બનવા પણ જરૂરી છે. એ જ સૌથી મોટું કારણ હોઈ શકે છે કે વેકિસનેશન બાદ કોરોના કઈ રીતે થાય છે. જો તમારા શરીમાં એન્ટીબોડી જ નથી બન્યા તો તમને કોરોના થઈ શકે છે. સાથે એ વાત પણ મહત્વની છે કે વેકિસન લીધેલા વ્યકિતની રોગ પ્રતિકાર શકિત કેવી છે.

ડોકટર ગોયલે વધુમાં જણાવ્યું કે, એ વહેમમાં ન રહેવું કે કોરોના વેકિસનના બંન્ને ડોઝ લીધા તમને કોરોના નહી થાય આ એક વાયરસ છે જેના માટે તમારે જરૂરી તકેદાર રાખવી આવશ્યક બની જાય છે.

મહત્વનું છે કે અત્યાર સુધી દેશમાં કોરોનાને કારણે ૨૬૯ ડોકટરોના મોત થયા છે. પહેલી લહેરમાં ૭૪૮ ડોકટરોના મોત થયા હતા. સૌથી વધારે ડોકટરોના મોત બિહારમાં થયા છએ ત્યા ૭૮ ડોકટરોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. ત્યાર બાદ ઉત્ત્।ર પ્રદેશ ૩૭, આંધ્ર પ્રદેશ ૨૨, તેલંગાણામાં ૧૯, મહારાષ્ટ્રમાં ૧૪, વેસ્ટ બંગાળમાં ૧૪, તમિલનાડુમાં ૧૧, ઓડિસામાં ૧૦ કર્ણાટકમાં ૮ ડોકટરોના મોત થયા છે.

(11:25 am IST)