Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજસ્થાનના વધુ એક ધારાસભ્યનો કોરોનાએ જીવ લીધો

જયપુર : રાજસ્થાનના વધુ એક ધારાસભ્ય ગૌતમલાલ મીનાનું કોરોનામાં આજે સવારે મૃત્યુ થયુ છે. ઉદયપુર જિલ્લાના ધરીયાવદ ભાજપ એમએલએ હતા. છેલ્લા ૮ મહિનામાં કોરોનાએ ૪ ધારાસભ્યના જીવદીપ બુઝાવ્યા છે. ૫૬ વર્ષના મીનાને ૪ સંતાનો છે. ૩ વખત ધારાસભ્યપદે ચૂંટાઈ આવેલ. અત્યાર સુધીમાં ૨ કોંગ્રેસના અને ૨ ભાજપના ધારાસભ્યોના કોરોનાથી મોત થયા છે.

(4:07 pm IST)