Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પાકિસ્તાનમાં ચંપલ મારવાનુ ઓટોમેટિક મશિન: સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ

પાડોશી દેશ પાકિસ્તાનમાં ઘણા ભેજાગેપ લોકોના વિડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

પાકિસ્તાનમાં રાજકીય ઉથલ પાથળ હંમેશા ચાલતી જ હોય છે.પહેલા ઈમરાન ખાનનો અને હવે નવા પીએમ શાહબાઝ શરીફનો વિરોધ થઈ રહ્યો છે.જોકે આ વિરોધમાં પણ નવીનતા જોવા મળી છે.

દેખાવકારોએ એક ચપ્પલ માર મશિન બનાવ્યુ છે અને તેનો પહેલી વખત પ્રયોગ કર્યો છે.આ મશિનના વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ વિડિયોઝમાં જોઈ શકાય છે કે, એક દેખાવકાર મશિનના હેન્ડલને ખેંચે છે અને તેનાથી તસવીરો પર ચંપલ જઈને અથડાય છે.

ભારતના પત્રકાર આદિત્ય રાજ કૌલનુ કહેવુ છે કે, એન્જિનિયરિંગનો આવો ચમત્કાર પાકિસ્તાની જ કરી શકે તેમ છે.ભારતીય સેનાના પૂર્વ મેજર ગૌરવ આર્યે આ વિડિયો શેર કરીને લખ્યુ છે કે, પાકિસ્તાનમાં હવે સ્ટાર્ટ અપ સિસ્ટમ બહુ જુની થઈ ગઈ છે.આ મશિન પાકિસ્તાનની ધરતી પર થયેલી નવીનતમ શો ધ છે.

સોશિયલ વિડિયા પર આ વિડિયોને હજારો લાઈક મળ્યા છે અને લોકો તેને શેર પણ કરી રહ્યા છે

(4:10 pm IST)