Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

FTAના કન્સેશન લેવા આયાતકારો માટે નવા નિયમો

સોમવારથી અમલઃ ૩૫ ટકા મૂલ્યવર્ધનનું પ્રમાણ આપવું પડશે

નવી દિલ્હી, તા.૧૯: આયાતકોએ મુકત વ્યાપાર સંધિ હેઠળ શૂલ્કમાં છૂટ લાભ મેળવવા માટે સોમવારથી મૂળળ દેશમાં તૈયાર થયેલ ઉત્પાદનોના ૩૫ ટકા ભાવવધારાની સાબિતીઓ આપવી પડશે. આવું ન કરનારને શૂલ્કમાં છૂટછાટનો લાભ નહીં મળે. આ પગલાનો ઉદેશ સંધિ કરનાર દેશો દ્વારા ભારતમાં નિકાલ કરવા માટે સંધિનો દુરૂપયોગ કરીને શૂલ્કમાં છેતરપિંડી પર રોક લગાવવાનો છે. જોકે ઉદ્યોગને ડર છે કે આનાથી અનુપાલનનો બોજ વધશે અને પડતરમાં પણ વધારો થશે.

નાણા મંત્રાલયના અધિકારીઓ અનુસાર નિકાસકારો દ્વારા ફકત સર્ટીફીકેટ જ પુરતું નહીં બને. આયાતકારોએ સીમા શૂલ્ક અધિકારીઓ દ્વારા માંગવામાં આવે ત્યારે ૩૫ ટકા ભાવવધારાની સંપૂર્ણ સાબિતીઓ આપવી પડશે. આવું ન કરનારને મુકત વ્યાપાર સંધી (એફટીએ)નો નહીં મળે.એક અધિકારીએ કહ્યું કે જો આયાતકાર સીમાશૂલ્ક અધિકારીઓને સંતોષકારક જવાબ નહીં આપી શકે કે આયાત કરાયેલ વસ્તુમાં ઓછામાં ઓછો ૩૫ ટકા ભાવ વધારો થયો છે તો તેમને મુકત વ્યાપાર સંધિ હેઠળ મળતા લાભોથી વંચિત રહેવું પડશે. મુકત વ્યાપાર કરાર હેઠળ ઓરજીન ઓફ ઇમ્પોર્ટર્સ નિયમોના પાલનની પ્રક્રિયાને કડક બનાવવા માટે આ વર્ષના બજેટમાં સીમા શૂલ્ક અધિનિયમમાં આ નવી જોગવાઇ ઉમેરવામાં આવી હતી.

(11:18 am IST)