Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં સતત વધારો :છેલ્લા 24 કલાકમાં 8 .81 લાખથી વધુ પરીક્ષણો કરાયા

અત્યાર સુધીમાં કુલ 6,24,54,254 નમૂનાઓની તપાસ કરાઈ

શમાં કોરોના દર્દીઓની સંખ્યા 53 લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,337 નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તપાસની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8,81,911 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 6,24,54,254 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.

(12:45 pm IST)