Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સરકારે મોરેટોરિયમ ઇન્ટ્રેસ્ટ રિલીફ જાહેર કરવું જોઇએ

કમ્પાઉન્ડ વ્યાજ માફ થાય તો બેંકોને રૂ.૧૦,૦૦૦ કરોડનું જંગી નુકસાન થાય

નવી દિલ્હી તા. ૧૯ :.. ભુતપુર્વ કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ રાજીવ મહર્ષિના અધ્યક્ષપદ હેઠળની એક કમીટી સમક્ષ લોન દાતાઓએ રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર, છ મહિનાના લોન મોરેટોરીયમ પીરીયડ દરમ્યાનના કમ્પાઉન્ડ વ્યાજની માફીથી બેંકોને ૧૦ હજાર કરોડનું નુકસાન થઇ શકે છે.

આ મહિનાની શરૂઆતમાં સરકારે રચેલી એક પેનલને વ્યાજ માફી અને વ્યાજના વ્યાજની માફીની દેશની અર્થ વ્યવસ્થા અને આર્થિક સ્થિરતા પર અસરોની ગણત્રીનું કામ સોંપાયું હતું. આ ઉપરાંત તેને કોવિદ-૧૯ મહામારીની વિવિધ ક્ષેત્રો પર થનારી આર્થિક અસરોને રોકવા માટેના સુચનો આપવા પણ કહેવાયું હતું.

ઇન્ડીયન બેંક એસોસીએશને આ કમિટીને કહયું છે કે વ્યાજ માફી  આપવા કરતા સરકારે લોન લેનારાઓને સીધી રાહત આપવી જોઇએ. સુત્રોએ કહયું કે કમીટી પોતાનો રિપોર્ટ ટૂંક સમયમાં નાણા મંત્રાલયને આપવાની છે.

અમે ઉલ્લેખનીય છે કે મોરેટોરીયમ પીરીયડ દરમ્યાન લોન પરના વ્યાજ પરના વ્યાજ બેંકો લે છે તેને પડકારતી એક પીટીશન સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. આ અંગે મહર્ષિને પુછવામાં આવતા તેમણે કોઇ કોમેન્ટ આપવાની ના પાડી હતી.

(12:48 pm IST)