Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ચીનના ૧૮ ફાયટર વિમાને તાઇવાનમાં કર્યું શકિત પ્રદર્શન

ભારત નહી તાઇવાનને પણ ચીન આપી રહ્યું છે યુધ્ધની ધમકી : આગથી ના રમો નહી તો દાઝી જશો : અમેરિકાને ખુલ્લી ધમકી

નવી દિલ્હી તા. ૧૯ : ચીનના સત્તાવાર મીડિયાએ ખુલ્લેઆમ માત્ર ભારતને જ નહીં તાઇવાન અને અમેરિકાને પણ ધમકી આપી રહ્યું છે. એક દિવસ અગાઉ ચીની આર્મીના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે તાઇવાનના કાંઠેથી સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધો અત્યારે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ગુરુવારે યુ.એસ.ના નાયબ વિદેશમંત્રી કીથ ક્રૈચ તાઈવાન પહોંચવાથી ચીન બરાબરનું ભડકયું છે. શુક્રવારે જ ચીનના ૧૬ ફાઇટર જેટ્સે એક સાથે તાઇવાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે ચીની સેનાના વિમાન ચારેય દિશાથી તાઇવાનમાં ઘૂસી રહ્યા છે. અમારા દ્રષ્ટિકોણથી ચીનની કાર્યવાહી હજી પણ સંયમિત છે. દર વખતે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ તાઇવાનની મુલાકાતે આવે છે. આ ચીનની વન ચાઇના પોલિસીની વિરુદ્ઘ છે. અખબારે અમેરિકાને ચેતવણી આપી હતી કે તેણે આગથી રમવાનું બંધ કરી દેવું જોઈએ.

જિનપિંગના કઠપૂતળી મીડિયાએ ધમકી આપી હતી કે જો યુએસના વિદેશ સચિવ અથવા રક્ષા સચિવ તાઇવાન આવે છે તો ચીનના ફાઇટર જેટ આ ટાપુ ઉપરથી ઉડાન ભરશે. અમે જે મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે તેમણે તાઇવાન ઉપરથી ઉડાન ભરવી જોઈએ. એટલે સુધી કે તાઇવાની રાષ્ટ્રપતિની ઓફિસની ઉપરની પણ. જો તાઇવાની સત્ત્।ાવાળાઓ આક્રમક રીતે કામ કરવાનું ચાલુ રાખશે તો આવા દ્રશ્યો ચોક્કસપણે યોગ્ય હશે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે પીએલએસીનો યુદ્ઘાભ્યાસ એક ત્વરિત પ્રક્રિયા છે. તાઇવાનને આનાથી ડર લાગવો જોઈએ. અખબારે દાવો કર્યો છે કે અમેરિકાએ સત્તાવાર રીતે ક્રેચની તાઇવાન યાત્રાની જાહેરાત કરી નથી. પરંતુ જયારે તે તાઇવાન પહોંચે છે તો તેમનું સ્વાગત પીએલએ યુદ્ઘાભ્યાસ દ્વારા કર્યું. આથી આ અભ્યાસ અંતિમ-મિનિટનો નિર્ણય હતો. આટલા ઓછા સમયમાં મોટાપાયા પર કાર્યવાહીનું આયોજન કરી શકાય છે.

આ દર્શાવે છે કે પીએલએ ખૂબ જ ટૂંકા ગાળામાં તાઇવાન પર કેન્દ્રિત એક સૈન્ય કાર્યવાહીને અંજામ આપવાની ક્ષમતા છે. જો કે તેને સૈન્ય કવાયત નામ આપવામાં આવ્યું છે. પીએલએ કોઇપણ કિંમતે તાઇવાનને તેના દેશમાં ભેળવી દેવા માંગે છે. તેના માટે તે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. બીજીબાજુ અમેરિકાએ ખુલ્લેઆમ તાઇવાનને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આથી સાઉથ ચાઇના સીમાં વિવાદ વધુ વધવાની સંભાવના છે.

(3:35 pm IST)