Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

હોસ્ટેલમાં નહાતી છોકરીઓનો વીડિયો બનાવ્યો અને પછી તે શિમલામાં રહેતા બોયફ્રેન્ડને મોકલ્યો : આરોપી વિદ્યાર્થીનીનો ' બોયફ્રેન્ડ ' શિમલામાંથી પકડાયો

ચંદીગઢ : ચંદીગઢ યુનિવર્સિટીના વીડિયો લીક કેસમાં શિમલામાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં આ બીજી ધરપકડ છે. આ પહેલા પંજાબ પોલીસે ચંદીગઢ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીનીની  ધરપકડ કરી હતી. યુવતી પર આરોપ છે કે તેણે હોસ્ટેલમાં નહાતી છોકરીઓનો વીડિયો બનાવ્યો અને પછી તેને શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલ્યો. જોકે, પોલીસ અને યુનિવર્સિટીએ આ દાવાને ફગાવી દીધો હતો. યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલરે કહ્યું હતું કે આરોપી વિદ્યાર્થીનીએ  માત્ર પોતાની જાતને શૂટ કરવામાં આવેલો વીડિયો મોકલ્યો હતો.

ચંદીગઢ યુનિવર્સિટીના MMS કેસમાં આરોપી વિદ્યાર્થીની  બાદ હવે શિમલામાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિદ્યાર્થીનીએ મોબાઈલમાં આ છોકરાની તસવીર બતાવી હતી.

પંજાબ પોલીસ આરોપી યુવકની શોધમાં શિમલા પહોંચી હતી. યુવતીએ તેના મોબાઈલમાં આરોપી યુવકની તસવીર પણ બતાવી હતી. પંજાબ પોલીસે કહ્યું હતું કે વિદ્યાર્થીની શિમલામાં રહેતા આરોપી યુવકને સારી રીતે ઓળખે છે. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીનીના મોબાઈલની ફોરેન્સિક તપાસ બાદ બાકીની માહિતી બહાર આવશે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)