Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

કોરોનાના ૪૮૫૮ નવા કેસઃ ૧૮ના મોત

દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૩૯,૦૪૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે

નવી દિલ્‍હી, તા.૧૯: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૫૮ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૧૬.૭૦ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૫,૩૯,૦૪૬ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.
દેશમાં અત્‍યાર સુધી ૫,૨૮,૩૫૫ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૯,૬૨,૬૬૪  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૪૭૩૫ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૪૮,૦૨૭એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૧૧ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૭૫,૯૩૫ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૯.૧૩ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૨.૫૫ ટકા છે.
દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૧૬,૭૦,૧૪,૧૨૭  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૩,૫૯,૩૬૧  લોકોને રસી આપવામાં આવી હતી.

 

(3:52 pm IST)