Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદઃ ઉત્ત્।રાખંડમાં ૮ના મોતઃ કેરળમાં ૧૦ ડેમને લઈ રેડ એલર્ટ

દિલ્હીમાં ૧૯૬૦ બાદ પહેલી વાર આ વર્ષે ઓકટોબરના મહિનામાં સૌથી વધારે વર્ષા થઈ : ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓને આગળ ન વધવાની સલાહ

નવી દિલ્હી,તા. ૧૮: ઉત્ત્।ર ભારતના અનેક વિસ્તારોમાં સોમવારે ભારે વરસાદ થવાના કારણે ઉત્ત્।રાખંડમાં  વર્ષાની ઘટનાઓમાં ૮ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં ભારે વર્ષાના કારણે ૧૦ ડેમને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતીય મૌસમ વિભાગના આંકડા અનુસાર દિલ્હીમાં ૧૯૬૦ બાદ પહેલી વાર આ વર્ષે ઓકટોબરના મહિનામાં સૌથી વધારે વર્ષા થઈ. શહેરમાં ૯૩.૪ મિલી મીટર વર્ષા નોંધાઈ હતી. રાજસ્થાન, પશ્યિમ બંગાળ, તમિલનાડુ, પોંન્ડીચેરી, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્ત્।ર પ્રદેશ તથા તેલંગાણાના અનેક વિસ્તારોમાં ભારે વર્ષા થઈ

ઉત્ત્।રાખંડમાં પ્રશાસને  રવિવાર સુધી હરિદ્વાર તથા ઋષિકેશ પહોંચી ચૂકેલા ચારધામ યાત્રાના તીર્થયાત્રીઓને હવામાન સુધાર આવવા સુધી આગળ ન વધવાની સલાહ આપી છે.  રાજયોમાં વર્ષા જનિત ઘટનાઓમાં નેપાળના ૩ શ્રમિકો સહિત ૫ લોકોના મોત થયા તથા બે અન્ય ઘાયલ થયા છે.

પૌડીના જિલ્લાધિકારી વિજય કુમાર જોગદંડે જણાવ્યું કે જિલ્લામાં લેન્સડોન વિસ્તારમાં સમખાલમાં ભારે વરસાદને લીધે કાટમાળ મજૂરોના ટેંટ પર પડ્યો હતો. જેમાં ૩ વ્યકિતઓના મોત થયા અને ૨ અન્ય દ્યાયલ થયા.  તો ચંપાવત જિલ્લામાં સેલખોલામાં મકાન ધરાશાયી થવાથી ૨ લોકોના જીવ ગયા છે.  તેમજ ઋષિકેશમાં પ્રવાસી વાહનોને ચંદ્રભાગા પુલ, તપોવન, લક્ષ્મણ ઝૂલા તથા મુનીની રેતી ભદ્રકાલી બેરિયર પાર નથી કરવા દેવામાં આવી રહ્યો.

સીએમ પુષ્કર સિંહ ઘામીએ દહેરાદૂનમાં સચિવાલયના રાજય કન્ટ્રોલ રુમની મુલાકાત કરી તથા હવામાન સંબંધી નવી જાણકારી મેળવી તથા રસ્તાઓ તથા રાજમાર્ગોની સ્થિતિઓ જાણી.કેરળમાં ભારે વરસાદને લીધે રવિવાર સુધીમાં ૨૨ લોકોના મોત થયા તથા તટબંધ વિસ્તારોમાં જળસ્તર વધી રહ્યું છે. રાજયમાં રાજસ્વ મંત્રીના રાજને જણાવ્યું કે ૧૦ ડેમો માટે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તથા સબરીમલા મંદિર માટે તીર્થાટન રોકી દેવામાં આવ્યું છે.

રાજન તથા રાજયની સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું કે કાક્કી ડેમથી ૧૦૦-૨૦૦ કયૂમેકસ પાણી છોડવા માટે તેમને ખોલવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પંપા નદીમાં જળ સ્તર લગભગ ૧૫ સેન્ટીમીટર વધશે. તેમણે કહ્યું કે ડેમમાં જળસ્તરની ભયજનક સપાટી પાર થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ૨૦ ઓકટોબર સુધી ભારે વર્ષાની આશંકાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

(10:14 am IST)