Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ઉત્તરાખંડ: કોસી નદી ખતરાના નિશાન ઉપર : રામનગરના ગર્જિયા મંદિરના પગથિયાં સુધી પાણી પહોંચ્યા

કોસી નદીનું હાલમાં જળસ્તર 1,39,000 ક્યુસેક :સી બેરેજમાં ખતરાનું નિશાન 80,000 ક્યુસેક : બેરેજના તમામ દરવાજાઓ પણ ખોલી દેવાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પણ પાણીનું સ્તર વધતા રામનગરના ગર્જિયા મંદિર સુધી ખતરો જોવા મળી રહ્યો છે. પાણી મંદિરના પગથિયાઓ સુધી પહોંચી ગયો છે. આ સાથે બેરેજના તમામ દરવાજાઓ પણ ખોલી દેવામાં આવ્યા છે. કોસી બેરેજ પર કોસી નદીનું જળસ્તર 1,39,000 ક્યુસેક છે. જે ખતરાના નિશાનથી વધારે ઉપર છે. કોસી બેરેજમાં ખતરાનું નિશાન 80,000 ક્યુસેક છે.

બીજી બાજુ હલ્દાનીમાં ગોલા નદી પર પણ પાણીનું જળસ્તર વધતા નદી પર બનેલ એપ્રોચ પુલ તૂટી ગયો છે. જેના કારણે અહીંયા અવરજવર પણ બંધ થઇ ગઇ છે. ટનકપુરમાં પણ શારદા નદી તોફાને ચડતા ક્રશર રસ્તાએ જાણે કે નાળા બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

 

(12:56 pm IST)