Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

એસ સી એસ ટી એક્ટનો દુરુપયોગ થઇ રહ્યો છે : જેને બનાવ સાથે કાંઈ લાગતું વળગતું નથી તેવા સામાજિક કાર્યકરો ફરિયાદ નોંધાવી રહ્યા છે : હવેથી સરકારી વકીલની મંજૂરી વિના ત્રાહિત પાર્ટી દ્વારા નોંધાવાતી ફરિયાદ સ્વીકારવી નહીં : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટનો પોલીસ ડિપાર્ટમેન્ટને આદેશ

પંજાબ : એસ સી એસ ટી એક્ટના થઇ રહેલા દુરુપયોગ સામે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે લાલ આંખ કરી છે. નામદાર કોર્ટે જણાવ્યું છે કે એસ સી એસ ટી એક્ટનો દુરુપયોગ થઇ રહ્યો છે .જેને બનાવ સાથે કાંઈ લાગતું વળગતું નથી તેવા સામાજિક કાર્યકરો ફરિયાદ નોંધાવી રહ્યા છે. આથી હવેથી સરકારી વકીલની મંજૂરી વિના ત્રાહિત પાર્ટી દ્વારા નોંધાવાતી ફરિયાદ સ્વીકારવી નહીં. તેવો આદેશ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યો છે.

એક પરિવારની પુત્રવધુ પછાત જ્ઞાતિની હોવાથી તેના વિષે જાતિને લગતી કોમેન્ટ પુત્રવધુના સાસુ તથા સસરા દ્વારા કરવામાં આવી હતી. જે પુત્રના લગ્ન પહેલા કરવામાં આવી હતી.તેમજ માતાપિતાએ પુત્રને તેના લગ્ન પહેલા જ 2016 ની સાલમાં લાગ ભાગથી મુક્ત કરી દીધો હતો.જેણે બાદમાં જેની વિરુદ્ધ કોમેન્ટ કરી હતી તે પછાત જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

કેસમાં મહત્વની બાબત એ હતી કે  પુત્રવધૂએ પોતાને જાતીય રીતે હડધૂત કરાયાની કોઈ ફરિયાદ નોંધાવી નથી. જેને પુત્રવધુ કે પરિવાર સાથે કંઈ લાગતું વળગતું નથી તેવા ત્રણ સામાજિક કાર્યકરોએ ફરિયાદ નોંધાવી હતી. આથી આ કાયદાનો દુરુપયોગ થતો રોકવા નામદાર કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(1:40 pm IST)