Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ભારત-પાકિસ્તાનની મેચ તો રમવી અનિવાર્ય જ છે કારણ કે તે આઈસીસી ટૂર્નામેન્ટ છેઃ શુકલા

કાશ્મીરમાં આતંકવાદીઓએ મજૂરોને નિશાને બનાવતા પાકિસ્તાન સામે વિરોધના સૂર ઉઠયા છે

નવી દિલ્હી, તા.૧૯: ૨૪ ઓકટોબરે T20 World Cupમાં ભારત પાકિસ્તાનની મેચ થવાની છે. જોકે, આ મેચ પહેલાં કાશ્મીરમાં માહોલ તંગ છે. આતંકવાદીઓ મજૂરોને નિશાન બનાવી રહ્યા હોવાથી ભારત-પાકિસ્તાન મેચને રદ કરવાના સૂર ઉઠી રહ્યા છે. જોકે, આ અંગે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ આ અંગે નિવેદન આપ્યું છે. સૌ કોઈ જાણે છે કે ટી-૨૦ વર્લ્ડકપ એ આઈસીસીની ટુર્નામેન્ટ છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાન સામે રમ્યા સિવાય છૂટકો નથી.

રાજીવ શુકલાએ કહ્યું કે ‘ICC T20 World Cup 2021 માં ભારતે પાકિસ્તાને રમવું પડે કારણ કે આ આઈસીસી ટુર્નામેન્ટમનાં છે. જેમાં કોઈ પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ ઇન્કાર કરી શકે નહીં. રાજીવ શુકલાએ કહ્યું કે કાશ્મીરમાં થયેલી હિંસાની અમે નિંદા કરીએ છીએ. કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી થવી જોઈએ. આઈસીસી સાથેની આંતરાષ્ટ્રીય પ્રતિબદ્ઘતાના કારણે તમે કોઈ મેચ રમવાથી ઇન્કાર કરી શકતા નથી. એટલે તમારે આઈસીસી ટુર્નામેન્ટમાં તો ફરજિયાત રમવું જ પડશે.

ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે કારણ કે ૨૦ માર્ચ, ૨૦૨૧ ના રોજ ટીમ રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. દરેક જૂથમાં બાકીની બે ટીમો આઈસીસી ટી ૨૦ વર્લ્ડ કપનાો એક રાઉન્ડપૂર્ણ થયા બાદ પસંદ થશે. ભારત વ્-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ૫-૦થી આગળ છે. ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લી ટી-૨૦ મેચ વર્ષ ૨૦૧૬માં ઈડન ગાર્ડનમાં T20 World Cup કપ દરમિયાન રમાઈ હતી જેમાં ભારતે પાકિસ્તાનને ૬ વિકેટે પરાજય આપ્યો હતો.

નવેમ્બર ૨૦૦૮ માં મુંબઇમાં આતંકવાદી હુમલા બાદ બંને દેશો દ્વિપક્ષીય ક્રિકેટ રમ્યા નથી. આઈસીસી ટુર્નામેન્ટ્સમાં જ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થાય છે. આમ છેલ્લે આઈસીસી વર્લ્ડકપમાં રમ્યા બાદ બંને દેશો પછી ૫ વર્ષે આ મૌકા-મૌકા જંગ આવી રહ્યો છે જે વર્લ્ડ ટી-૨૦ના સ્વરૂપમાં હશે

ભારત સામે ટી-૨૦ વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ ને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના હાઇ પર્ફોમન્સ કોચિંગ પ્રમુખ બ્રેડબર્ને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેડબર્ન ૩ વર્ષથી પીસીબી સાથે જોડાયેલા હતા. સપ્ટેમ્બર ૨૦૧૮થી જૂન ૨૦૨૦થી વચ્ચે બ્રેડબર્ન પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફિલ્ડીંગ ટીમના કોચ હતા. ત્યારબાદ તેમણે કોચિંગના ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી હતી.

(3:58 pm IST)