Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

યુપીમાં મહિલા કાર્ડ રમશે કોંગ્રેસઃ ૪૦ ટકા ટીકીટ મહિલાઓને અપાશે

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની મહત્વની જાહેરાતઃ મહિલાઓ પાસે અરજી માંગી

લખનૌ તા.૧૯ : યુપી ચુંટણી પુર્વે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોટુ એલાન કર્યુ છે. અહીં પત્રકાર પરિષદમાં તેમણે એલાન કર્યુ હતુ કે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ ૪૦ ટકા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. તેમણે કહયુ છે કે અમે આ માટે અરજીઓ માંગી છે અને આવતી ૧પમી સુધી અરજીઓ લેવાશે. તેમણે કહયુ હતુ કે મારૂ ચાલે તો હું પ૦ ટકા ટિકીટ આપી દઉ, યુપીમાં અનામત વધશે તો દેશમાં પણ વધશે. પ્રિયંકાએ કહયુ઼ હતું કે કોંગ્રેસનો નારો છે  લડકી હું, લડ શકતી હું,

(4:00 pm IST)