Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાહુલ ગાંધી એક ડ્રગ્સ એડિક્ટ છે અને ડ્રગ પેડલર છે : કર્ણાટક ભાજપ અધ્યક્ષના નિવેદનથી મોટો વિવાદ

પીએમ મોદીને લઇને આ વિવાદિત ટ્વીટ પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે તેમના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધા બાદ ભાજપ અધ્યક્ષનું વિવાદી નિવેદન

બેંગ્લુરુ : કર્ણાટક ભાજપ અધ્યક્ષ નલીન કુમાર કતીલના એક નિવેદન બાદ વિવાદ વધી શકે છે. નલીન કુમાર કતીલે કહ્યુ, ‘રાહુલ ગાંધી કોણ છે? હું એમ નથી કહી રહ્યો. રાહુલ ગાંધી એક ડ્રગ્સ એડિક્ટ છે અને ડ્રગ પેડલર છે. આ મીડિયામાં આવ્યુ હતુ. તમે પાર્ટીને પણ નથી ચલાવી શકતા.’

કર્ણાટક ભાજપ પ્રદેશ અધ્યક્ષની આ પ્રતિક્રિયા કર્ણાટક કોંગ્રેસ તરફથી કરવામાં આવેલા ટ્વીટ બાદ આવી છે જેમાં વડાપ્રધાન મોદીને અશિક્ષિત કહેવામાં આવ્યા હતા. આ ટ્વીટ કન્નડ ભાષામાં કરવામાં આવ્યુ હતુ.

આ ટ્વીટ બાદ વિવાદ થયો હતો. જોકે, બાદમાં કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે જાહેરાત કરી હતી કે પીએમ મોદીને લઇને આ વિવાદિત ટ્વીટ પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે તેમના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધી છે. ડીકે શિવકુમારે એમ પણ કહ્યુ હતુ કે આ એક નૌશિખિયાની ભૂલ હતી. આ ટ્વીટને લઇને ડીકે શિવકુમારે લખ્યુ, ‘મારૂ હંમેશાથી માનવુ છે કે રાજકીય ચર્ચામાં નાગરિક અને સંસદીય ભાષા હોવી જરૂરી છે. કર્ણાટક કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા એક નવશિખિયાએ સોશિયલ મીડિયા મેનેજર તરફથી કરવામાં આવેલુ અસભ્ય ટ્વીટ ખેદજનક છે અને તેને હટાવી દેવામાં આવ્યુ છે.

નલીન કુમાર તકીલના આ નિવેદન બાદ ડીકે શિવકુમારે ટ્વિટર પર ફરી એક વખત પોતાની પ્રતિક્રિયા આપી છે, તેમમે કહ્યુ, ‘ગત દિવસોમાં મે કહ્યુ હતુ કે મે રાજકીય ચર્ચામાં નાગરિક અને સંસદીય ભાષા હોવી જરૂરી છે. અહી સુધી કે અમારા વિપક્ષીઓ સાથે પણ. મને આશા છે કે ભાજપ પણ મારી સાથે તેને માને છે અને રાહુલ ગાંધી પર પોતાના પ્રદેશ અધ્યક્ષના નિવેદનને લઇને માફી જરૂર માંગશે.

કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કેટલાક પોલીસ કર્મીની તસવીર પણ ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરને લઇને પણ ચર્ચા થઇ હતી. આ તસવીર વિજયપુરા અને ઉડુપી પોલીસની હતી, જેમાં પોલીસ કર્મીભગવા રંગની શાલ અને કપડા પહેરેલા જોવા મળ્યા હતા. આ તસવીરો શેર કરતા ડીકે શિવકુમારે લખ્યુ હતુ, ‘અમારી પોલીસ તમામ ભેદોથી ઉપર ઉઠીને કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે બંધારણીય જોગવાઇથી બંધાયેલા છે. એક રાજકીય સંગઠનના રંગના કપડા પહેરીને કર્ણાટક પોલીસ શું મિસાલ કાયમ કરવા માંગે છે? શું મુખ્યમંત્રી અને ડીજીપી આ ગંભીર ઘટના અંગે વિચાર કરશે?

(7:00 pm IST)