Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

આર્યન ઘરે ન આવે ત્યાં સુધી મન્નતમાં મીઠાઈ નહી બને

શાહરૂખ ખાનનો પુત્ર ડ્રગ્સ કેસમાં જેલમાં : ગૌરી ઉદાસ છે અને સતત પુત્ર માટે પ્રાર્થના કરી રહી છે, કપરા સમયે મન્નતમાં ન આવવા શાહરૂખ ખાનની વિનંતી

મુંબઈ, તા.૧૯ : શાહરૂખ ખાન અને ગૌરી ખાનના દીકરા આર્યનની ધરપકડના સમાચાર દેશભરના લોકો માટે આંચકા સમાન હતી. ઓક્ટોબરે મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં થનારી ડ્રગ્સ પાર્ટીમાં દરોડા પાડીને એનસીબીના અધિકારીએ તેની ધરપકડ કરી હતી. પરિવાર આર્યનને જામીન અપાવવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તેનો આદેશ ૨૦ ઓક્ટોબર સુધી મુંબઈ સેશન્સ કોર્ટમાં અનામત છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, ગૌરીએ તેના બંગલો મન્નતના સ્ટાફને જ્યાં સુધી આર્યન ઘરે આવે ત્યાં સુધી કોઈ મીઠાઈ બનાવવા માટેની સૂચના આપી છે. રિપોર્ટ પ્રમાણે, બપોરે જમવાના સમયે સ્ટાફ રસોડામાં ખીર બનાવી રહ્યો હોવાનું ગૌરીના ધ્યાનમાં આવ્યું હતું અને તેણે તરત તેમને અટકાવ્યા હતા, સિવાય આર્યન ખાન મુક્ત થાય ત્યાં સુધી કોઈ પણ મીઠાઈ બનાવવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં તેવું પણ કહેવામાં આવ્યું છે કે, દીકરાની ધરપકડ બાદ ગૌરી ઉદાસ છે અને સતત તેના માટે પ્રાર્થના કરી રહી છે. બીજી તરફ, શાહરૂખ ખાને ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોને કસોટીના સમયમાં મન્નત આવવા માટેની વિનંતી કરી છે. તેના ફોન કોલ્સ દ્વારા તેના કો-સ્ટાર્સ અને મિત્રોના સંપર્કમાં છે.

અગાઉ, રિપોર્ટ્સ હતા કે ગૌરીએ આર્યન માટે માનતા રાખી હતી અને નવરાત્રી દરમિયાન સતત તેના માટે પ્રાર્થના કરી હતી. સિવાય ઓક્ટોબરે નવરાત્રી શરૂ થઈ ત્યારથી તેણે ગળ્યું ખાવાનું પણ છોડી દીધું છે. કપલે હાલમાં આર્યનના કેન્ટિનના ખર્ચા માટે આર્થર રોડ જેલના અધિકારીઓને મની ઓર્ડર દ્વારા ૪૫૦૦ રૂપિયા મોકલ્યા હતા. કોવિડ-૧૯ના કારણે મળવાની મંજૂરી હોવાથી તેમણે જેલમાં વીડિયો કોલ દ્વારા આર્યન સાથે વાત પણ કરી હતી.

(7:07 pm IST)