Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ઉત્તરાખંડમાં ગયેલા ગુજરાતના યાત્રિકો સલામત : રસ્તો બ્લોક થતા ફસાયેલા તમામ સુરક્ષિત સ્થળે પહોંચી ગયા

યાત્રામાં ગયેલ અંદાજિત ૨૩૫ પ્રવાસીઓ મુખ્યત્વે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, હરિદ્વાર તથા દેરાદુન જિલ્લામાં હતા.

અમદાવાદ :છેલ્લા બે દિવસમાં ઉત્તરાખંડમાં પડેલ ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્દભવેલ. જેમાં ઉત્તરાખંડની ચારધામની યાત્રામાં ગયેલ ગુજરાતના પ્રવાસીઓની માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમના નંબર: ૦૭૯-૨૩૨-૫૧૯૦૦ ઉપર તથા જિલ્લાના કંટ્રોલરૂમ માંથી મેળવેલ માહિતીના અનુસંધાનમાં યાત્રીકોની ખાતરી કરી, તેમનો સંપર્ક રાજયના કંટ્રોલરૂમ મારફતે કરવામાં આવેલ. તે તમામ યાત્રીકો સલામત છે અને રસ્તો બ્લોક થવાના કારણે ફસાયેલા યાત્રીકો પણ સલામત સ્થળે પહોંચી ગયેલ છે

યાત્રામાં ગયેલ અંદાજિત ૨૩૫ પ્રવાસીઓ મુખ્યત્વે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ઉત્તરકાશી, ચમોલી, હરિદ્વાર તથા દેરાદુન જિલ્લામાં હતા.

યાત્રીકો તથા ઉત્તરાખંડના કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા વરસાદ તથા પૂરની પરિસ્થિતિ હળવી થતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયેલ છે અને આગામી યાત્રા પણ રાબેતા મુજબ થયેલ હોવાની જાણકારી મળેલ છે

(8:21 pm IST)