Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિલ્હીમાં કોરોનાનો કાળોકેર:કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસ આમંત્રણ આપ્યું

બેઠકમાં દિલ્હીમાં ત્રીજા કોરોના વેવને કારણે વધતા કેસ અને વ્યવસ્થા પર ચર્ચા થશે.

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોના ફરીથી ઘાતક રૂપ લઈ રહ્યો છે. દિલ્હીમાં સતત ખરાબ થતી સ્થિતિ જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાલે ગુરૂવારે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે કેજરીવાલ સરકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આમંત્રણ મોકલ્યુ છે.

કેજરીવાલ સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક કાલે ગુરૂવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાયલમાં યોજાશે. બેઠકમાં દિલ્હીમાં ત્રીજા કોરોના વેવને કારણે દરરોજ વધતા કેસ અને વ્યવસ્થા પર ચર્ચા થશે.

રાજધાનીમાં કોરોનાનો કહેર ઝડપતી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર અહીં પર 6396 નવા કેસ સામે આવ્યા અને 99 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 49,031 ટેસ્ટ કરવામાં આવ્યા અને 4421 દર્દીઓ સાજા થયા હતા. દેશની રાજધાનીમાં હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખ 95 હજાર 598 છે, જેમાંથી 42 હજાર કરતા વધુ એક્ટિવ કેસ છે.

(12:00 am IST)