Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

શિયાળામાં ચાની ચુસ્કી મોંઘી પડશે, ઉત્પાદન ઘટતા ભાવ વધવા સંભવ

કોલકત્તા,તા.૧૯ : સપ્ટેમ્બરમાં નજીવી વૃદ્ઘિ થવા છતાં, સંકેતો સ્પષ્ટ છે કે ભારતમાં ફરજિયાત લોકડાઉનના કારણે ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં દ્યટાડો નોંધાશે. ઉત્પાદનમાં જંગી ઘટાડાને લીધે ચાના ભાવ વધવાની પુરેપુરી શકયતા છે.

ગ્લોબલ ટી ડાયજેસ્ટના કોમ્પિલર રાજેશ ગુપ્તાએ કહ્યુ કે, ટી બોર્ડે હવે સપ્ટેમ્બરના ડેટા જાહેર કર્યા છે જે દર્શાવે છે કે સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન ૨૧.૦ લાખ કિલો વધીને ૧૮૭૯ લાખ કિલો થઈ ગયું છે, જયારે સપ્ટેમ્બર ૨૦૧૯ ૧૮૫૮ લાખ કિગ્રા ઉત્પાદન થયુ હતુ.

તેમણે જણાવ્યું હતું કે, પહેલાના મહિનામાં ઓછા ઉત્પાદનને ધ્યાનમાં રાખીને, સપ્ટેમ્બરના અંતમાં પ્રથમ ત્રણ કવાર્ટરમાં ભારતનું સંચિત ઉત્પાદન જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૯માં ૧૦૦૭૨.૨ લાખ કિગ્રાથી ઘટીને આ વખતે ૮૫૬૯ લાખ કિગ્રા થઈ ગયું છે. આનાથી ૧૫૦૩.૨ લાખ કિલો અથવા એકિ ટકાની જંગી ઘટ સર્જાઇ છે. ઉત્પાદન સરેરાશ કરતા ઓછો હોવાથી ઓકટોબર-ડિસેમ્બરની શિયાળાની સિઝનમાં મુશ્કેલ સર્જાઇ શકે છે.

ઉત્ત્।ર ભારતે જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૯માં ૮૫૩૩.૫ લાખ કિલોની સામે આ વખતે ૬૯૭૩ લાખ કિલો ચાનું ઉત્પાદન થયુ હતું, ત્યા ચાના ઉત્પાદનમાં ૧૫૬૦.૫ લાખ કિગ્રા અથવા ૧૮.૨૯ ટકાનું જંગી નુકસાન થયું છે.

બીજી બાજુ, દક્ષિણ ભારતમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૧૯માં ૧૫૩૮.૭ લાખ કિગ્રાની સામે ચાલુ વર્ષે ૫૭.૩ લાખ કિલો (૩.૭૨ ટકા) વધીને ૧૫૯૬ લાખ ટન ઉત્પાદન થયુ છે, એવુ તેમણે જણાવ્યું હતું.

(10:59 am IST)