Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

માનતા પૂરી થતાં કેરળના મંદિરને ૭૦૦ કરોડ રૂપિયાનું દાન કરશે બેંગલુરૂના વેપારી

બેંગલુરૂ,તા.૧૯: પોતાની માનતા પૂરી થતાં બેંગલુરુના એક બિઝનેસમેન કેરળના કોચીમાં આવેલા ચોટ્ટાનિક્કારા મંદિરમાં ૭૦૦ કરોડ રુપિયાનું દાન આપવાના છે. જેનાથી આ મંદિરનો જિર્ણોદ્ઘાર કરવામાં આવશે, અને તેને આંતરરાષ્ટ્રીય યાત્રાધામમાં ફેરવવામાં આવશે.

ગણેશ શ્રવણ સ્વામી નામના વેપારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા તેમને ધંધામાં મોટી તકલીફ ઉભી થઈ હતી. ત્યારે તેમણે દર મહિને આ મંદિરે જવાનું શરૂ કર્યું હતું, અને ધીરે-ધીરે બધું પાટે ચઢતું ગયું, અને ધંધો ધાર્યા કરતા પણ વધુ વધી ગયો.

પોતાના ધંધામાં ફરી બધું સમૂસૂતરું થઈ જતાં ગણેશ શ્રવણ હવે આ મંદિરમાં ૭૦૦ કરોડ રૂપિયાનું દાન આપવા જઈ ર્હયા છે. મંદિરના રિનોવેશનનો પ્લાન પણ ફાઈનલ થઈ ગયો છે, જેમાં તેના છત્રને સોનાથી મઢવા ઉપરાંત યાત્રાળુઓના રહેવાની સુવિધા ઉભી કરવામાં આવશે.

સત્ત્।ાવાર સૂત્રોનું માનીએ તો, ૭૦૦ કરોડ રૂપિયાના દાન બાબતે છેલ્લા એક વર્ષથી મંદિર અને દાતા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

કોચિન દેવસ્વમ બોર્ડ મંદિરના જિર્ણોદ્ઘારના પ્લાનને હાઈકોર્ટની મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે, અને તેની પાછળનો સંપૂર્ણ ખર્ચ દાતા દ્વારા કરવામાં આવશે.

(9:32 am IST)