Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વિચિત્ર ઘટના! છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ મહિલાએ પિયરમાં આપ્યો બાળકને જન્મઃ DNA ટેસ્ટથી સાબિત થશે પત્ની 'બેવફા' છે કે નહી

મહિલાનો દાવો કર્યો છે કે આ બાળક તેના પતિનું જ છે: જયારે પતિએ આ વાતની ચોખ્ખી ના પાડતા કહ્યું હતું કે આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે કારણ કે ત્રણ વર્ષથી તેની પત્ની સાથે સંબંધ જ નથી

હમીરપુરઃ ઉત્ત્।ર પ્રદેશના હમીરપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. જયાં તલાકના ત્રણ વર્ષ વિત્યા બાદ એક મહિલાએ પિયરમાં બાળકને જન્મ આપ્યો હતો. મહિલાનો દાવો કર્યો છે કે આ બાળક તેના પતિનું જ છે. જયારે પતિએ આ વાતની ચોક્કી ના પાડતા કહ્યું હતું કે આ બાળક તેનું કેવી રીતે હોઈ શકે કારણ કે ત્રણ વર્ષથી તેની પત્ની સાથે સંબંધ જ નથી.

હમીરપુરના રહેનારા આ દંપતીના ફેમિલી કોર્ટમાં ત્રણ વર્ષ પહેલા તલાક થઈ ચૂકયા હતા. આ મામલે પતિ રામ આસરેએ ફેમિલી કોર્ટમાં  ડીએનએ ટેસ્ટની  માંગણી કરતા અરજી દાખલ કરી હતી. પરંતુ ફેમિલી કોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. ત્યાર બાદ આ કેસ ઈલાહાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

ઈલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક અગ્રવાલની એકલ પીઠે આ મામલાની સુનાવણી કરતા મહત્વનો ચૂકાદો આપ્યો હતો. અને આદેશ કર્યો હતો કે ડીએનએ ટેસ્ટથી સાબિત થઈ શકશે કે પત્ની બેવફા છે કે નહીં. હાઇકોર્ટે કહ્યું કે રામ આસરે બાળકાના પિતા છે કે નહીં આ સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ સૌથી સારો ઉપાય છે.

ત્યારબાદ પત્ની નીલમે હમીરપુર ફેમિલી કોર્ટના આદેશને પણ પડકાર્યો હતો. ત્યારબાદ તેના પતિ રામ આસરેએ ફેમિલી કોર્ટમાં ડીએનએ ટેસ્ટ કરવાની માંગણી કરતા એક અરજી દાખલ કરી હતી. જેણે કોર્ટે ત્યારે જ નકારી દીધી હતી.

(9:35 am IST)