Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સીબીઆઈએ રાજય સરકારોની મંજૂરી લેવી જરૂરી : સુપ્રિમ

કેન્દ્ર સરકારને મોટી લપડાક : કોઈ પણ રાજયોમાં તપાસ કરવા માટે હવે જે તે રાજય સરકારોની મંજૂરી લેવી અનિવાર્ય

નવી દિલ્હી  : સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. હવે સીબીઆઈ તપાસ માટે સંબંધિત રાજયની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તેની પુષ્ટિ કરી અને કહ્યું કે આ જોગવાઈ બંધારણના સંદ્યીય પાત્રને અનુરૂપ છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અધિકારક્ષેત્રને લઈને વારંવાર પ્રશ્નો ઉભા થયા છે. જે સવાલ વારંવાર ઉભો થાય છે કે શું સીબીઆઈને તપાસ માટે સંબંધિત રાજયોની મંજૂરી લેવાની જરૂર રહેશે. હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. હવે સીબીઆઈ તપાસ માટે સંબંધિત રાજયની મંજૂરી લેવી ફરજિયાત રહેશે

એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે તેની પુષ્ટિ કરતાં કહ્યું કે આ જોગવાઈ બંધારણના સંદ્યીય પાત્રને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, જેમાં સત્ત્।ા અને અધિકારક્ષેત્ર માટે સીબીઆઈ માટે રાજય સરકારની સંમતિ જરૂરી છે. આ જોગવાઈઓ બંધારણના સંદ્યીય પાત્રને અનુરૂપ છે

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જારી કર્યો હતો અને કહ્યું હતું કે સીબીઆઈને રાજયમાં તપાસ કરવા માટે આપવામાં આવેલી પરવાનગી પાછી ખેંચી લેવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્ર સરકારની પરવાનગી પરત ખેંચવાની સાથે, ચાલુ તપાસ પર કોઈ અસર નહીં થાય. પરંતુ જો સીબીઆઈ ભવિષ્યમાં મહારાષ્ટ્રમાં નવા કેસની તપાસ કરવા માંગે છે, તો જયાં સુધી કોર્ટે તપાસનો આદેશ આપ્યો ન હોય ત્યાં સુધી તેને રાજય સરકારની મંજૂરી લેવી પડશે.

(2:30 pm IST)