Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વિધવા મહિલાએ લગ્ન કરવાની ના પડતા સાસરિયા વાળાઓએ જીભ અને નાક કાપી નાંખ્યા

જેસલમેર, તા.૧૯: ધાર્યું ન થતા દ્યણી વખત વ્યકિત એવું પગલું ભરી બેસે છે જેના કારણે બીજાની જિંદગીમાં કાયમી ડાદ્ય લાગી જાય છે. આવી જ એક દ્યટના બની છે રાજસ્થાનમાં. જયાં વિધવા મહિલાએ લગ્ન કરવાની ના પાડતા સાસરિયા પક્ષનાએ એની જીભ અને નાક કાપી નાંખ્યા હતા. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ૨૮ વર્ષની વિધવાએ બીજા લગ્ન કરવાની ના પાડતા સાસરિયા વાળાઓએ આ પગલું ભર્યું હતું.

મંગળવારે બપોરે જેસલમેરના સાકડા પોલીસ સ્ટેશનની હદમાં આ દ્યટના બનતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. જયારે અન્ય આરોપીની શોધખોળ હજુ ચાલું છે. જયારે પીડિતાની વધુ સારવાર માટે જોધપુર ખસેડવામાં આવી છે. જયાં હાલમાં એમની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. સાકડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કાંતાસિંહે આ સમગ્ર ઘટનાની પુષ્ટી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સાકડાના જગીરો કી ઢાણીના નિવાસી બસીર ખાને આ મામલે એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે, એની બહેન ગુડ્ડીના લગ્ન છ વર્ષ પહેલા કોજે ખાન સાથે થયા હતા. પણ લગ્નના એક વર્ષ બાદ કોજે ખાનનું મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ એની બહેન ગુડ્ડીને અન્ય કોઈ સાથે લગ્ન કરી લેવા માટે મજબુર કરવાનું શરૂ કર્યું હતું. પણ ગુડ્ડીએ બીજા લગ્ન કરવાની ના પાડી દેતા સાસરિયા વાળાથી સહન ન થયું. બસીરે એવો પણ આરોપ લગાવ્યો છે કે, મંગળવારે સાસરા પક્ષના કેટલાક લોકો એના દ્યરે પહોંચ્યા અને ગુડ્ડી પર હુમલો કર્યો. ગુડ્ડીની જીભ અને નાક કાપની નાંખવામાં આવ્યા. જમણો હાથ પણ ભાંગી નાંખ્યો. દીકરીને બચાવવા માટે આવેલી માતા ઉપર પણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી છે.પોલીસે જણાવ્યું કે, આ કેસમાં મુખ્ય આરોપી જાનુ ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે એની સાથે રહેલા અન્ય આરોપીઓની શોધખોળ હજું ચાલું છે. આરોપીઓની ઓળખ કરી લેવામાં આવે છે. આ આરોપીઓમાં જાનું ખાન, દુલ્લે ખાન, ઈકબાલ ખાન, હસમ ખાન, સાલી, ફારૂખ ખાન, આંબે ખાન, લડ્ડુ ખાન, અનવર ખાન, સલીમ ખાન, નેમટે ખાન અને નેબે ખાનનો સમાવેશ થાય છે.

(12:03 pm IST)