Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

એ.આર.રહેમાનનો બહિષ્કાર

બરૈલી તા. ૧૯ : સુન્ની બરૈલવી સંપ્રદાયના ઉલેમાએ પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાન અને ઇરાની ફિલ્મ ધ મેસેન્જર ઓફ ગોડ સામે વિરોધ કરી મૂવી પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠાવી છે.

સુન્ની બરૈલવી સંપ્રદાય સાથે સંકળાયેલા લોકોએ રહેમાનનો બહિષ્કાર કર્યો છે. દરગાહે આ'લા હઝરત સાથે સંકળાયેલા ઉલેમાઓની સલાહ સાથે મુંબઇની રઝા એકેડેમી દ્વારા એક આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. રઝા એકેડમીના જનરલ સેક્રેટરી સઇદ નૂરીએ બરૈલીના ઉલેમા સાથે પરામર્શ કરીને મેસેન્જર ઓફ ગોડ મૂવીઝ અને સંગીતકાર એ.આર.રહેમાન અંગે આદેશ બહાર પાડયો છે.

(3:46 pm IST)