Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સેનાએ આતંકીઓને સરન્ડર કરવા કહેલુ, ન માનતા ફૂંકી માર્યા

એન્કાઉન્ટર ઈન નાગરોટાઃ સતત ત્રણ કલાક સુધી ગોળીઓની ધણધણાટી ચાલી :૧૧ એકે- ૪૭ સહિત દારૂગોળાના મોટા જથ્થા સાથે આતંકવાદીઓ ભારતમાં ઘુસ્યા હતા, પરંતુ ભારતીય : આતંકીઓ પાસેથી ૧૧ એકે-૪૭, ૩ પિસ્તોલ, ૨૯ ગ્રેનેડ, ૬ યુબીજીએલ ગ્રેનેડ, મોબાઈલ, કંપાસ અને બેગ મળી આવીઃ આતંકીઓ કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતાજવાનો કાળ બની ચારેય આતંકીઓ ઉપર ત્રાટકયા, ચારેય ઢેરઃ જમ્મુ- શ્રીનગર હાઈવે બંધ

શ્રીનગરઃ જમ્મુના નગરોટામાં સેનાએ આજે સવારે જૈશના ૪ આતંકીઓને ઠાર કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચારેય આતંકીઓ ટ્રકમાં ગોળા-બારુદ લઈને જમ્મુથી શ્રીનગર જઈ રહ્યા હતા. સેનાને આ આતંકીઓ વિશેની માહિતી મળી હતી. નગરોટામાં આવેલા ટોલ પ્લાઝા પર તેમને રોકવામાં આવ્યા હતા. સેનાએ આંતકીઓને સરન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેઓ ના માન્યા. તેમણે સેના પર ગ્રેનેડ ફેંકયા હતા. અંતે સેનાએ બ્લાસ્ટ કરીને ટ્રકને ઉડાવી દીધી અને ચારેય આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. જમ્મુ-શ્રીનગર હાઈવે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.

જમ્મુ ઝોનના IGએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. એન્કાઉન્ટરમાં લોકલ આર્મી યૂનિટે સપોર્ટ કર્યો હતો. આતંકીઓએ સેના પર ગ્રેનેડ ફેંકી હતી. ૨ પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. જોકે તેઓની હાલત ભયમુકત છે. ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આતંકીઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી.

આતંકીઓ પાસેથી 11 AK-47 રાઈફલ, ૩ પિસ્તોલ, ૨૯ ગ્રેનેડ, 6 UBGL ગ્રેનેડ, મોબાઈલ ફોન, કંપાસ અને બેગ મળી આવી છે. લાગે છે કે, આતંકીઓ કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.

આતંકી જૈશ-એ-મોહમ્મદના હોય તેવી શકયતા છે. દિલ્હીમાં પકડાયેલા આતંકીઓ સાથે કોઈ લિંક છે કે નહીં તે વિશે હાલ કઈ કહી શકાય તેમ નથી. અત્યારે હાલ તો એ પણ કહેવું મુશ્કેલ છે કે, આ આતંકીઓ પાકિસ્તાનના હતા કે નહીં. જે પ્રમાણે તેમની પાસેથી હથિયાર મળી આવ્યા છે તે જોતા લાગે છે કે આ કોઈ મોટા આતંકી જ હતા.

સાંબા સેકટરથી ભારતમાં દાખલ થયા હતા

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા પ્રમાણે, જૈશના ચાર આંતકીઓએ ગઈકાલે રાતે સાંબામાં આંતરરાષ્ટ્રીય સીમાથી ઘૂસણખોરી કરી હતી. તેઓ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જઈ રહ્યા હતા. પોલીસે નગરોટા પાસે એક ટોલ પ્લાઝા પર તેમને રોકયા હતા. આંતકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

આ વર્ષે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ બીજુ એન્કાઉન્ટર છે. સેનાએ જાન્યુઆરીમાં પણ ૩ આતંકીઓને ઠાર કર્યા હતા. તેઓ પણ આ રીતે જ એક ટ્રકમાં છુપાયા હતા.

૩ દિવસ પહેલાં દિલ્હીમાં જૈશના ૨ આતંકીઓ પકડાયા હતા

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગત સોમવારે રાતે બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને પાસેથી અમુક મહત્વના દસ્તાવેજ અને વિસ્ફોટકો મળ્યા છે. ધરપકડ કરાયેલા બંને આતંકીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને કુપવાડાના રહેવાસી છે. તેઓ વોટ્સએપ ગ્રૂપથી પાકિસ્તાન વાત પણ કરતાં હતા.

ધરપકડ કરાયેલા આતંકીઓના નામ અબ્દુલ લતીફ મીર અને અશરફ ખટાના છે. આ આંતકીઓએ ઘણાં રાષ્ટ્રીય ઠેકાણાં અને VIPને ટાર્ગેટ કરીને રાખ્યા હતા. ઓગસ્ટમાં પણ દિલ્હી પોલીસે ISના એક આતંકીની ધરપકડ કરી હતી. તેની પાસેથી IED ડિવાઈસ મળી આવી હતી.

૧ નવેમ્બરે હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરવામાં આવ્યો હતોઆ મહિનાની પહેલી તારીખે CRPF અને પોલીસે શ્રીનગરમાં હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાને ઠાર કરી દીધા છે. તેના સાથીની ધરપકડ કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળેથી એક એકે-૪૭ રાઈફલ અને પિસ્ટલ મળી આવી છે. હાલના સમયે કાશ્મીરમાં એકિટવ આતંકવાદીઓમાં સૈફુલ્લા મોસ્ટ વોન્ટેડ છે.

(4:04 pm IST)