Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વડાપ્રધાન મોદીના મનમાં સોનિયા ગાંધી માટે સહાનુભૂતિ છેઃ તેથી ગાંધી પરિવાર પર નક્કર અને યોગ્ય કાર્યવાહી થઈ શકી નથીઃ સુબ્રમણ્યમ સ્વામી

હું સોનિયા ગાંધીને છોડીશ નહીં અને તેમને નેશનલ હેરાલ્ડ કેસમાં જેલ મોકલીને જ રહીશ

નવી દિલ્હી, તા.૧૯: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પીએમ મોદી પર પણ નિશાન સાધવામાં ચૂકતા નથી. દેશની અર્થવ્યવસ્થા પર ઘણીવાર મોદી સરકારની નીતિઓની ટીકા કરનાર સ્વામીએ સોનિયા ગાંધીના મુદ્દે પીએમ નરેન્દ્રભાઇ મોદીના વિચારોનો ખુલાસો કર્યો છે. સ્વામીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદીના મનમાં સોનિયા ગાંધી માટે સહાનુભૂમિ છે તેથી ગાંધી પરિવાર પર નક્કર અને યોગ્ય કાર્યવાહી થઈ શકી નથી.

સ્વામીએ કહ્યુ કે પરંતુ તેઓ સોનિયા ગાંધીને છોડશે નહીં અને તેમને નેશનલ હેરાલ્ડ કેસમાં જેલ મોકલીને જ રહેશે. સ્વામીએ આ બધી વાતો ૧૫ નવેમ્બર મંગળવારે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં કહી. સ્વામી અહીં આયોજિત સંપૂર્ણ ક્રાંતિ મંચ અને વિરાટ હિન્દુસ્તાન સંગમના બિહાર એકમ દ્વારા આયોજિત એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલી રહ્યા હતા.

સ્વામીએ એ પણ જણાવ્યુ કે તેમની વિચારધારા શરૃથી જ ભાજપ સાથે મેળ ખાતી રહી છે પરંતુ જ્યારે ભાજપ હાર્ડકોર હિન્દુત્વવાદી એજન્ડા પર આવી ત્યારે તેમણે ય્લ્લ્ની સલાહ પર પોતાની પાર્ટી જનતા પાર્ટીનો વિલય ભાજપમાં કરી લીધો હતો. સ્વામીએ જણાવ્યુ કે જનતા પાર્ટીની રચના જેપી એટલે કે લોકનાયક જયપ્રકાશ નારાયણે કરી હતી, જેમને સંપૂર્ણ ક્રાંતિના જનક કહેવામાં આવે છે. સ્વામી જેપીના સૌથી વિશ્વાસુ સાથીઓ અને નજીકનામાંના એક હતા.

(3:11 pm IST)