Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

રામસેતુને રાષ્ટ્રીય વિરાસત સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા ચાલુ : કેન્દ્રની મોદી સરકારે આપી સુપ્રીમકોર્ટના જાણકારી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાના આદેશ આપવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યુ કે રામસેતુને રાષ્ટ્રીય વિરાસત સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા સંસ્કૃતિ મંત્રાલયમાં ચાલી રહી છે. જ્યારે કોર્ટે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીને મંત્રાલય સાથે આ મુદ્દે સબંધિત વધારાની સામગ્રી દાખલ કરવાની પરવાનગી આપી છે.

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રામસેતુને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાના આદેશ આપવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્વામીએ કોર્ટમાં કહ્યુ હતુ કે સૉલિસિટર જનરલે જવાબ દાખલ કરવાનો દાવો કર્યો હતો અને કેબિનેટ સચિવને કોર્ટમાં બોલાવવા જોઇએ. સ્વામીએ કહ્યુ, સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે જવાબ 12 ડિસેમ્બર સુધી દાખલ કરવામાં આવશે પરંતુ હજુ સુધી દાખલ કરવામાં આવ્ય નથી. પહેલા તેમણે કહ્યુ હતુ કે આ તૈયાર છે. બીજી તરફ મહેતાએ કહ્યુ હતુ કે ઘટના વિચારાધીન છે અને વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે.

રામસેતુ, તમિલનાડુના દક્ષિણ-પૂર્વી તટથી પંબન ટાપુ અને શ્રીલંકાના ઉત્તર-પશ્ચિમ તટથી દૂર મન્નાર ટાપુ વચ્ચે પથ્થરોની એક શ્રેણી છે, તેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે રામે રાવણ પર હુમલો કરવા માટે આ પુલનું નિર્માણ કરાવ્યુ હતુ.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે તે કેસનો પ્રથમ તબક્કો જીતી ચુક્યા છે જેમાં કેન્દ્રએ રામસેતુના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો.

ભાજપના નેતાએ યૂપીએ સરકારના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલા વિવાદાસ્પદ સેતુસમુદ્રમ સબમરીન માર્ગ પરિયોજના વિરૂદ્ધ પોતાની જનહિત અરજીમાં રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોચ્યો હતો જેને 2007માં રામસેતુ પર પરિયોજના માટે કામ રોકી દીધુ હતુ, ત્યારે કેન્દ્રએ કહ્યુ હતુ કે તેને પરિયોજનાના સામાજિક-આર્થિક નુકસાન પર વિચાર કર્યો અને તે રામસેતુને નુકસાન પહોચાડ્યા વગર માર્ગ પરિયોજનાનો બીજો માર્ગ શોધવા માંગે છે

(11:08 pm IST)