Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

' તે ખુલ્લેઆમ ગે છે તેનો લાઈફ પાર્ટનર સ્વિસ નાગરિક છે': હાઇકોર્ટના ન્યાયધીશ તરીકે કોલેજિયમે ભલામણ કરેલ સૌરભ કિરપાલનું નામ કેન્દ્ર સરકારે નામંજૂર કર્યું :સુપ્રીમ કોર્ટ કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની: કોલેજિયમે ભલામણ કરેલ પાંચે નામ જુદા જુદા કારણોસર નામંજૂર થયા

ન્યુદિલ્હી :કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની છે. કોલેજિયમે ભલામણ કરેલી પાંચ નિમણૂકો પૈકી સૌરભ કિરપાલનું નામ કેન્દ્ર સરકારે નામંજૂર કર્યું છે. જે માટેના કારણમાં જણાવ્યું છે કે ' તે ખુલ્લેઆમ ગે છે તેનો લાઈફ પાર્ટનર સ્વિસ નાગરિક છે .જયારે બાકીના ચારે નામ જુદા જુદા કારણસર નામંજૂર થયા છે.
 

જોકે પાંચે નિમણુંકો જુદા જુદા કારણસર નામંજૂર કરવામાં આવી છે. સામે પક્ષે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના વાંધાઓને 'સુપ્રીમ કોર્ટે પારદર્શક રીતે' પ્રસારિત કર્યા છે.જે દર્શાવે છે કે CJI DY ચંદ્રચુડ તેમની લડાઈઓ અને સમજદારીપૂર્વક પસંદ કરી રહ્યા છે.

 

(1:11 pm IST)