Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

લક્ષદ્વીપના પૂર્વ સાંસદ મોહમ્મદ ફૈઝલે પોતાના મત વિસ્તારમાં પેટાચૂંટણીની ECની જાહેરાત સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા: પોતે કોર્ટમાં કરેલી અપીલની રાહ જોયા વિના લક્ષદ્વીપ મતવિસ્તારની પેટા-ચૂંટણી માટે શેડ્યૂલ જાહેર કરતી પ્રેસ નોટને રદ કરવાની માંગ કરી :27 જાન્યુઆરીના રોજ સુનાવણી

ન્યુદિલ્હી :લક્ષદ્વીપના ભૂતપૂર્વ સંસદસભ્ય (એમપી), પીપી મોહમ્મદ ફૈઝલે તેમના મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવાની ચૂંટણી પંચ (EC) દ્વારા કરેલી જાહેરાતને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે, કારણ કે તેમને હત્યાના પ્રયાસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કેસ [મોહમ્મદ ફૈઝલ પીપી વિરુદ્ધ ભારતીય ચૂંટણી પંચ].

ગુરુવારે દાખલ કરવામાં આવેલી અરજીમાં પેટાચૂંટણી માટેનું શેડ્યૂલ જાહેર કરતી 18 જાન્યુઆરીએ EC દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

શુક્રવારે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ વહેલી યાદી માટે કરવામાં આવ્યો હતો.
 

CJI 27 જાન્યુઆરીએ કેસની સુનાવણી કરવા સંમત થયા હતા તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(1:13 pm IST)