Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

દેશના ૭૧ હજાર યુવાઓને નિમણૂક પત્ર સોંપતા વડાપ્રધાન મોદી

રોજગાર મેળો આપણા સુશાસનની ઓળખ : ભરતી - પ્રમોશનથી યુવાઓમાં વધે છે આત્‍મવિશ્વાસ : પીએમે કર્યુ સંબોધન

નવી દિલ્‍હી તા.૨૦ : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજે વિડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી ૧૦ લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન ‘રોજગાર મેળા' હેઠળ સરકારી વિભાગો અને સંસ્‍થાઓમાં લગભગ ૭૧ હજાર નવનિયુક્‍ત કર્મચારીઓને નિમણૂક પત્ર સોંપ્‍યો હતો. આ દરમિયાન રોજગાર મેળાને સંબોધિત કરતી વખતે પીએમ  મોદીએ કહ્યું હતું કેᅠરોજગાર મેળોᅠઆપણા સુશાસનની ઓળખ બની ગયો છે અને આ અમારા વચનો પૂરા કરવા પ્રત્‍યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

સંબોધન સમયે પીએમ મોદીએ કહ્યું કે વ્‍યાપાર અને કારોબારની દુનિયામાં એવું કહેવાય છે કે ગ્રાહક હંમેશા સાચો હોય અને એ જ રીતે શાસન વ્‍યવસ્‍થામાં મંત્ર એમ હોવો જોઈએ કે નાગરિક હંમેશા સાચો.ᅠ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પારદર્શક રીતે ભરતી અને પ્રમોશનથી યુવાનોમાં આત્‍મવિશ્વાસ વધે છે અને આ પારદર્શિતા વધુ સારી રીતે એમને પ્રતિયોગિતામાં પ્રવેશ કરવા માટે પ્રેરિત કરે છે. સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.

સાથે જ એમને કહ્યું હતું કે, ‘તમે બધાએ આ અનુભવ્‍યું જ હશે કે ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો થાય છે અને કેન્‍દ્રીય સેવાઓની ભરતી પ્રક્રિયા પહેલા કરતા વધુ કાર્યક્ષમ અને સમયબદ્ધ બની ગઈ છે. ભરતી પ્રક્રિયામાં તમે લોકો આ જે ᅠપારદર્શિતા અને ઝડપ જોઈ રહ્યા છો તે સરકારના દરેક કામમાં પણ દેખાય છે.

સંબોધનમાં કહ્યું હતું કે, ᅠ‘કેન્‍દ્ર સરકાર, એનડીએ અને ભાજપ શાસિત રાજયોમાં પણ રોજગાર મેળાનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ રોજગાર મેળાઓ હવે અમારી સરકારની ઓળખ બની.'

આ રોજગાર મેળામાં નિમણૂક પત્રો મેળવનાર યુવાનો દેશભરમાં અલગ અલગ સરકારી વિભાગોમાં જુનિયર એન્‍જિનિયર, લોકો-પાયલોટ, ટેકનિશિયન, ઇન્‍સ્‍પેક્‍ટર, સબ-ઇન્‍સ્‍પેક્‍ટર, કોન્‍સ્‍ટેબલ, સ્‍ટેનોગ્રાફર અને જુનિયર એકાઉન્‍ટન્‍ટ, ગ્રામીણ ડાક સેવક, આવકવેરા નિરીક્ષક, શિક્ષક, નર્સ, ડોક્‍ટર અને સુરક્ષા અધિકારીના પદો પર નિયુક્‍તકરવામાં આવશે. પીએમ મોદી દ્વારા નિમણૂક પત્રો આપવામાં આવે તે પહેલાં તેમની સાથે કર્મયોગી પ્રરંભ મોડ્‍યુલ અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા અને એ સાથે જ કેટલાક યુવાનોએ વડાપ્રધાનને તેમના સંઘર્ષ અને અનુભવો પણ જણાવ્‍યા હતા.ᅠ

ગયા વર્ષે નવેમ્‍બરમાં આયોજિત રોજગાર મેળા દરમિયાન વિવિધ પોસ્‍ટ પર પસંદગી પામેલા ૭૧ હજાર યુવાનોને તેમના નિમણૂક પત્રો આપવામાં આવ્‍યા હતા અને એ અગાઉ રોજગાર મેળા દ્વારા ૭૫ હજાર જેટલા નવા લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્‍યા હતા.

(3:51 pm IST)