Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 12,000 કર્મચારીઓને પાણીચું પકડાવશે

આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને એક મેલ મોકલ્યો:તેમણે લખ્યું છે કે, “અમે અમારા કર્મચારીઓમાં લગભગ 12,000 પોસ્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હી :ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી કે તેણે 12,000 લોકોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓને એક મેલ મોકલ્યો છે. આમાં તેમણે લખ્યું છે કે, “અમે અમારા કર્મચારીઓમાં લગભગ 12,000 પોસ્ટ ઘટાડવાનો નિર્ણય કર્યો છે.”

તેમણે કહ્યું કે આ નિર્ણય “આજે આપણે જે બદલાઈ ગયેલી આર્થિક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છીએ તેના કારણે” લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, “હું એવા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લઉં છું જેણે અમને આ સ્થાન સુધી પહોંચાડ્યા છે.”

ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, આ નિર્ણયથી સમગ્ર કંપનીની ઘણી ટીમોને અસર થશે. કંપનીએ અમેરિકામાં આ નિર્ણયથી પ્રભાવિત લોકોને માહિતી આપી છે.અન્ય દેશોમાં આ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે.

થોડા દિવસો પહેલા માઈક્રોસોફ્ટે 10 હજાર લોકોને નોકરીમાંથી કાઢી નાખવાની માહિતી આપી હતી.

(11:57 pm IST)