Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

કેન્‍દ્રના વિદેશ મંત્રાલય દ્વારા નવી સુવિધાઃ પાસપોર્ટ માટેની અરજી વખતે હવે તમામ ઓરીજીનલ ડોક્‍યુમેન્‍ટ સાથે રાખવાની જરૂર નહીં પડે

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનો આગાજ કરી દીધો છે. આ સુવિધા શરૂ થતાં પાસપોર્ટ બનાવનારને અરજી વખતે તમામ ઓરિજનલ કાગળો બતાવવાની જરૂર નથી. ડિજી લોકર પ્રોગ્રામ દ્રારા પુરી પ્રક્રિયાને વધુ સરળ કરી દીધી છે.

પાસપોર્ટ બનાવનારની સંખ્યામાં વધારો

વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરનના અનુસાર પાસપોર્ટ સેવા પ્રોગ્રામ દેશમાં પાસપોર્ટ સેવાઓનો વિસ્તારની દિશામાં મોટું પરિવર્તન છે. તેનાથી પાસપોર્ટ બનાવનારને મોટી સુવિધા મળશે. વિદેશ મંત્રાલયના અનુસાર ગત 6 વર્ષમાં પાસપોર્ટ બનાવનારની સંખ્યામાં વધારો થયો છે. દર મહિને પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યા વધી રહી છે. 2017માં પહેલીવાર એક મહિનામા6 10 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી.

પાસપોર્ટ નિયમોનું સરળીકરણ

નાગરિકોની સુવિધા માટે વિદેશ મંત્રાલયે ઘણા મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. એક તરફ પાસપોર્ટ નિયમોને ખૂબ સરળ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેમના ઘરની પાસે પણ પાસપોર્ત બનાવવાની વ્યસ્થા કરવામાં આવી છે. મુખ્ય પોસ્ટઓફિસમાં પાસપોર્ટ સેવા કેંદ્ર શરૂ કરી દેવામાં આવી છે. આંકડા અનુસાર 426 પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેંદ્ર (POPSK) ચાલુ થઇ ચૂકી છે અને જલદી બીજા ઘણા આવવાના છે. હાલમાં 36 પાસપોર્ટ ઓફિસ અને 93 હાલ પાસપોર્ટ સેવા કેંદ્રની સાથે 426 પોસ્ટ ઓફિસ 426 સેવા કેંદ્રમાંથી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારે દેશમાં પાસપોર્ટ બનાવવા માટે કુલ 555 સ્થળો પરથી પાસપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે.

ઇ-પાસપોર્ટ પર પણ ચાલી રહ્યું છે કામ

કોરોનાકાળમાં નાગરિકોની સુરક્ષા વધારવાની દ્રષ્ટિએ દેશમાં ઇ-પાસપોર્ટની પ્રક્રિયા પણ ચાલી રહી છે. જલદી જ પાસપોર્ટની સુવિધાની શરૂઆત થઇ જશે. આ ઉપરાંત ઇ-પાસપોર્ટ દ્રારા જાણકારીને વધુ સેફ કરી દેવામાં આવશે. ડિજિટલ ઇન્ડીયા મિશન હેઠળ દરેક સેવાને ડિજિટલ કરવામાં આવી રહી છે જેથી લોકોને ઘરે બેઠા સુવિધાઓ મળી રહી છે.

(5:05 pm IST)