Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

વનડે શ્રેણી માટે ભારતીય ટીમનુ એલાન:હાર્દિક પંડ્યા કરશે નેતૃત્વ :જયદેવ ઉનડકટને ટીમમાં સ્થાન મળ્યુ

વનડે સિરીઝમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ :17 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની શરુઆત

મુંબઈ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ભારતે શરુઆતની બંને ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી છે. 4 મેચોની ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાનારી છે. આ સિરીઝ માટે બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટ ટીમ નુ એલાન કર્યુ છે. વનડે ફોર્મેટમાં હાર્દિક પંડ્યા પ્રથમ વાર કેપ્ટનશિપ સંભાળતો જોવા મળી શકે છે.

  રોહિત શર્મા અંગત કારણોસર વનડે સિરીઝની પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહીં હોય. નિયમીત કેપ્ટન રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની આગેવાની સંભાળશે. પંડ્યા વનડે ફોર્મટમાં કેપ્ટનશિપ નિભાવવાનો મોકો મળશે. આગામી 17 માર્ચથી વનડે સિરીઝની શરુઆત થનારી છે

વનડે સિરીઝમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થયો છે. ઘૂંટણમાં ઈજાને લઈ જાડેજા લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યા બાદ ટેસ્ટ સિરીઝની શરુઆત સાથે પરત ફર્યો હતો. ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમ ઈન્ડિયામાં જાડેજાના પરત ફરવાને લઈ મધ્યક્રમ વધારે મજબૂત થશે. ટેસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.

રણજી ચેમ્પિયન બનેલુ સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટને વનડે ટીમમાં સ્થાન મળ્યુ છે. અંતિમવાર 2013 માં ભારતીય ટીમનો વનડે ટીમમાં સમાવેશ થયો હતો. હવે ફરી એકવાર તેને રણજી ચેમ્પિયન બન્યા બાદ વનડે ટીમમાં સ્થાન અપાયુ છે. જયદેવની કેપ્ટનશિપમાં 3 મહિના પહેલા સૌરાષ્ટ્રની ટીમે વિજય હજારે ટ્રોફીની ફાઈનલ જીતીને ચેમ્પિયન બન્યુ હતુ.

(11:29 pm IST)